Fri,19 April 2024,5:28 pm
Print
header

સીરિયલ ‘ક્રાઇમ પેટ્રોલ’માં કામ કરનારી અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ કરી આત્મહત્યા

સીરિયલ ‘ક્રાઇમ પેટ્રોલ’માં કામ કરનારી અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે, પ્રેક્ષા માત્ર 25 વર્ષની હતી અને ક્રાઈમ પેટ્રોલ, મેરી દુર્ગા અને લાલ ઇશ્ક જેવા પ્રખ્યાત શોમાં જોવા મળી હતી. હિન્દી સિનેમા અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘પેડમેન’માં જોવા મળી હતી. પ્રેક્ષા તેના પરિવાર સાથે ઈન્દોરના બજરંગ નગરમાં રહેતી હતી. લોકડાઉન શરૂ થાય તે પહેલાં જ પ્રેક્ષા ઈન્દોરથી મુંબઇમાં તેના ઘરે પરત આવી હતી. તેની પાસે કોઈ કામ ન હતું. લોકડાઉને તેની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો. માનસિક તણાવના કારણે અંતે પ્રેક્ષાએ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.

અભિનેત્રીના અચાનક નિધનના સમાચાર મળતા જ ટીવી અભિનેતા કરણ કુંદ્રાએ ભાવનાત્મક પોસ્ટ લખીને દુ:ખ વ્યક્ત કર્યુ છે. કરણ કુંદ્રાએ ટ્વિટર પર લખ્યું છે કે ‘સૌથી ખરાબ હોય છે સપનાનું મરી જવુ. પ્રેક્ષા મહેતા આ ખૂબ જ દુ:ખદ છે. તુ ખૂબ જ નાની હતી. તારી સામે હજુ આખી જિંદગી પડી હતી. આ મુશ્કેલ સમયમાં આપણી આસપાસના લોકોએ વધુ કાળજી લેવી જરૂરી છે. ભગવાન તારા આત્માને શાંતિ આપે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch