Fri,19 April 2024,2:38 am
Print
header

Big News- આગામી મુખ્યપ્રધાનની રેસમાં No-1 પર પ્રફુલ પટેલનું નામ, મોદી સાથે પણ થઇ હતી મુલાકાત

ગાંધીનગરઃ વિજય રૂપાણીને સીએમ પદેથી હટાવ્યાં પછી હવે ભાજપ દિવ-દમણ, દાદરાનગર અને લક્ષદ્રીપના એડમિનીસ્ટ્રેટ અને પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન પ્રફુલ પટેલને મોટી જવાબદારી આપી શકે છે, આવતીકાલે ગાંધીનગરમાં ધારાસભ્યોની સાથે પ્રફુલ પટેલને પણ હાજર રહેવા સૂચના આપી દેવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે, આવતીકાલની ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમનું નામ સીએમ તરીકે જાહેર કરવામાં આવી શકે છે. તેઓની થોડા દિવસ પહેલા દિલ્હીમાં પીએમ મોદી સાથે પણ મુલાકાત થઇ હતી, જેના પરથી લાગી રહ્યું છે કે તેઓને હવે ગુજરાતની ગાદી પર સ્થાન મળી શકે છે.

પ્રફુલ પટેલ અગાઉ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી રહી ચુક્યાં છે તેમનો બહોળો અનુભવ, અધિકારીઓ પરની પક્કડ તથા પાટીદારોની નારજગી દૂર કરવા તેઓ ભાજપને કામ આવી શકે છે. તેઓ ગૃહમંત્રી અમિત શાહના સૌથી નજીકના નેતા માનવામાં આવે છે, પીએમ મોદીની ગુડબુકમાં પણ તેમનું નામ છે. નોંધનિય છે કે પ્રફુલ પટેલને લઇને હાલમાં જ મોટો વિવાદ પણ થઇ ચુક્યો છે. દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યાના કેસમાં પણ તેમનું નામ ચર્ચાઇ ચુક્યું છે. આ કેસની તપાસ મુંબઇ પોલીસ કરી રહી છે.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch