Sat,20 April 2024,9:43 am
Print
header

પોરબંદરમાં પોલીસ પુત્ર બની ગયો બુટલેગર, જાણો કેટલી બોટલ દારૂ સાથે ઝડપાયો ?

પોરબંદરઃ અનેક એવા કિસ્સા છે કે પોલીસકર્મીઓ દારૂનો ધંધો કરતા હોય અને હવે એક પોલીસકર્મીનો પુત્ર દારૂ સાથે ઝડપાયો છે. પોરબંદરમાં પોલીસ પુત્ર વિદેશી દારૂની 36 બોટલ સાથે ઝડપાઇ ગયો છે, સુદામા મંદિર સામે પાર્કિંગમાં એક કારમાંથી વિદેશી દારૂની 36 બોટલ ઝડપાઇ છે. કાર સહિત કુલ 1 લાખ 63 હજારના મુદ્દામાલ સાથે આરોપી પકડાઇ ગયો છે.

આરોપીની તપાસ કરતા સામે આવ્યું કે ઓડેદરા હારદીપ લખમણભાઇ પોલીસપુત્ર છે અને તે પોલીસ હેડ ક્વાર્ટર બ્લોક નં.8 ના ક્વાર્ટર નંબર 95માં રહે છે, તેના પિતા લખમણભાઇ પોલીસમાં નોકરી કરે છે.

બીજી તરફ એવી પણ વિગતો સામે આવી છે કે PSI એ.એ.મકવાણા પોલીસકર્મીના પુત્રને બચાવી રહ્યાં હતા. તેનો ફોટો પાડવાની પણ ના પાડવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. જો કે હાલમાં આરોપીની ધરપકડ કરીને દારુના નેટવર્કની તપાસ થઇ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch