Thu,25 April 2024,7:33 am
Print
header

હું નહીં રહી શકું, ઘુટી ઘુટીને જીવવું મુશ્કેલ છે...મારામાં હવે શક્તિ નથી..ભગવાન પાસે એક જ પ્રાર્થના છે કે મારા જેવું સંતાન કોઈને ન આપે...

હાથમાં ઠાકોરજીની મૂર્તિ, વોટ્સએપમાં અંતિમ સ્ટેટસ લખીને યુવતીએ આત્મહત્યા કરી 

પોરબંદરઃ શહેરના વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા વેપારી મુકેશભાઇ કોટેચાની 29 વર્ષીય પુત્રી હિરલે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે, હાથમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ રાખીને તેને જિંદગીની અંતિમ પળો જોઇ હતી, ફ્લાય ઓવર પરથી નીચે ઝંપલાવીને તેને આપઘાત કરી લીધો છે, સ્થાનિક લોકોએ તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસડી હતી પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી હતી.

મૃતક હિરલ ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતી હતી, ઘરેથી તે સ્કૂટી લઇને નોકરી જવા નીકળી હતી, ગીરીરાયજીની હવેલીમાં ઠાકોરજીના દર્શન કર્યા હતા પછી પિતાને ફોન કર્યો હતો કે સ્કૂટીમાં પંચર છે તમે નરસંગ ટેકરીથી સ્કૂટી લઇ જજો હું નોકરી જાઉં છું, પિતાને તે જ સમયે ચિંતા થઇ રહી હતી, જ્યારે તેઓ અહીં પહોંચ્યાં ત્યારે તેમને ખબર પડી કે તેમની પુત્રી આ દુનિયામાં નથી રહી.

વોટ્સએપ સ્ટેટસમાં શું લખ્યું હતુ ? 

જય શ્રી કૃષ્ણ......
ભગવાન તમને બધાને સુખી કરે, મારાથી જાણતા અજાણતા કોઈને પણ કઈ બોલાઇ ગયું હોય તો મને માફ કરશો, આજે હું જે કરવા જાઉં છુ એ મારો પોતાનો નિર્ણય છે, તેમાં કોઈનો હાથ નથી, હું જે કરવા જાઉં છુ તે કરવાનો મને હક્ક નથી, પરંતુ હું આ નહીં કરૂં તો મારો પરિવાર દુખી થશે, હેરાન થશે, બધા મને ભૂલીને આગળ વધજો, પ્લીઝ મારા પાછળ કોઈ કઈ ન કરતા, મારે કંઈ નથી જોઈતું , કઈ જ નહી, આ જીદ મારી પૂરી કરી દેજો પ્લીઝ, મારો એક પીક પણ નહી રાખતા..ઘરમાં…મારી એક પણ વસ્તુ ન રહેવી જોઈએ ઘરમાં આ બધી મારી છેલ્લી ઈચ્છા છે એમ માનીને પૂરી કરી દેજો....

હું નહીં રહી શકું આમ ઘુટી ઘુટીને જીવવું મુશ્કેલ છે...મારામાં હવે શક્તિ નથી..ભગવાન પાસે એક જ પ્રાર્થના છે કે હવે મારા જેવું સંતાન કોઈને ન આપે 

ઓમ શાંતિ..જય શ્રી કૃષ્ણ 

ત્યારે ઠાકોરજીની ભક્તિમાં લિન હિરલના જવાથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે, હજુ સુધી આત્મહત્યાનું સાચુ કારણ સામે આવ્યું નથી, પોલીસે સ્યૂસાઇડ નોટને આધારે તપાસ શરૂ કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar