લંડનઃ કોરોનાની મહામારીથી લોકોને બચાવવા કોવિશીલ્ડ વેક્સિન બનાવનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ લંડનમાં એક મકાન લાખો રૂપિયા આપીને ભાડે લીધું છે. લંડનના પોશ વિસ્તાર મેફેયરમાં આવેલા આ મકાન માટે અઠવાડિયાના 50 હજાર પાઉન્ડ એટલે કે 50 લાખ રૂપિયા ભાડું છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના હવાલથી જાણવા મળ્યું છે કે પોલેન્ડના અબજોપતિ બિઝનેસમેન Dominika Kulczyk પાસેથી આ મેન્શન ભાડે લેવામાં આવ્યું છે.
આ પ્રોપર્ટી અંદાજે 25 હજાર વર્ગફીટમાં છે તેમાં મોટો ગાર્ડન પણ છે પૂનાવાલાની કંપનીએ એસ્ટ્રાજેનેકા સાથે મળીને કોરોના વેક્સીનના કરોડો ડોઝ તૈયાર કર્યાં છે. અને તેમની બ્રિટનમાં અવર જવર રહે છે તેઓએ લંડનની વેસ્ટમિનિસ્ટર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. પૂનાવાલા પરિવાર હવે દુનિયાના ટોચના અબજોપતિઓની લિસ્ટમાં સામેલ થઇ ગયો છે. Bloomberg Billionaires Index અનુસાર તેમના પરિવારનું નેટવર્થ લગભગ 15 અબજ ડૉલર એટલે કે લગભગ 1,08,993 કરોડ રૂપિયા છે.
પૂનાવાલા ભારતના સાતમા સૌથી અમીર અબજોપતિ સાઇરસ પૂનાવાલાના પુત્ર છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દુનિયાભરમાં ઉત્પાદિત અને વેચાનારી કોરોના વેક્સીનના ડોઝની સંખ્યાના હિસાબથી દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29