Thu,25 April 2024,8:10 pm
Print
header

દારૂની હેરાફેરી કરતો પોલીસકર્મી ઝડપાયો, પત્ની અને બાળકને સાથે રાખીને કરતો આ કામ

વલસાડઃ જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક પોલીસકર્મી અને તેની પત્નીને ઝડપી પાડતા ચકચાર મચી છે. મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલો પોલીસકર્મી પોતાની પત્ની અને બાળકને સાથે રાખીને દમણથી ભરૂચ સુધી વિદેશી દારૂની ખેપ મારતો ઝડપાયો છે. 
 
બાતમીને લઈ LCBએ વોચ ગોઠવી કાર અટકાવી તપાસ કરતા કારમાંથી દારૂ મળી આવ્યો હતો. કાર ચલાવનાર આરોપીનું નામ દિપક પરમાર છે. જે ભરૂચ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. આ પોલીસ કર્મચારી પોતાના બાળકો અને પત્ની સાથે દારૂની હેરફેર કરી રહ્યો હોવાની બાતમીને આધારે પોલીસ દ્વારા ઝડપી પાડી બંનેની અટકાયત કરી હતી. આ સમગ્ર મામલે ડુંગરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.એલસીબીએ 87 હજારના દારૂ સાથે પોલીસ કર્મચારી અને તેના પરિવારને ઝડપી પાડ્યો છે. આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ ડુંગરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch