Fri,26 April 2024,12:28 am
Print
header

અમદાવાદ ગ્રામ્ય પોલીસે રેમડેસિવિર ઇન્જેક્શન કેસમાં કર્યા અનેક ખુલાસા

વડોદરા ગોત્રી હોસ્પિટલની નર્સ અને 108 પાયલોટની ધરપકડ થઇ છે 

બંને આરોપીઓએ ગુજરાતમાં અનેક ઇન્જેક્શનોનો જથ્થો ગેરકાયદેસર વેચ્યો 

અમદાવાદના આરોપીઓ સાથે મળીને 70 ઇન્જેક્શનો ગેરકાયદેસર કર્યો ધંધો

અમદાવાદઃ ગ્રામ્ય પોલીસની હદમાં ઝડપાયેલા રેમડેસિવિર ઇન્જેક્શનના કેસમાં એક પછી એક ખુલાસા થઇ રહ્યાં છે પોલીસે વડોદરા ગોત્રી હોસ્પિટલમાં નર્સિગ સ્ટાફ તરીકે ફરજ બજાવતી એક વ્યક્તિ અને જંબુસરમાં 108ના પાયલોટની ધરપકડ કરી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે થોડા દિવસ પહેલા રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં મહમંદ અદનાન મહંમદ જાફર સૈયદ, નદીમ નજીર મહંમદ  કુરૈશી, શ્રધ્ધા ડાયસન મુદલિયાર, ઇમ્તિયાઝ ગુલામ હુસૈન દરવેસ, અમરીનબાનુ મહંમદ હુસેન શેખ, વિમલ અંબાલાલ સાધુ નામના આરોપીઓની ધરપકડ કરી હતી.  

ચાંગોદર પોલીસે આઇપીસીની કલમ ૪૨૦, ૩૪,૧૨૦(બી) તથા આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ-૩,૭ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૩,ઔષધ અને પ્રસાધનોની સામગ્રી અધિનિયમની કલમ-૨૭ મુજબ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.આ કેસમાં ઇમ્તિયાઝ મુખ્ય આરોપી હતો તેણે 70 જેટલા રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ કર્યું હોવાનું  પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. 

તેણે કેટલાંક ઇન્જેક્શનનો જથ્થો વડોદરાથી ગોત્રી હોસ્પિટલમાં નર્સિગ સ્ટાફમાં નોકરી કરતી વ્યક્તિ પાસેથી અને જંબુસરમા 108ના પાયલોટ તરીકે કામ કરતા વ્યક્તિ પાસેથી મેળવ્યો હતો. પોલીસે જંબુસરમાં 108ના પાયલોટ તરીકે ફરજ બજાવતા વનરાજગીરી ગોસ્વામી અને ગોત્રી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતા પ્રીન્સ રાઠોડની ધરપકડ કરી હતી. બંને આરોપીઓની પૂછપરછમાં રેમડેસિવિરના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch