Fri,19 April 2024,8:26 pm
Print
header

સ્વીટી પટેલ કેસઃ અમદાવાદ ક્રાઈમબ્રાંચને તપાસમાં અત્યાર સુધીનો સૌથી મહત્વનો પુરાવો હાથ લાગ્યો

વડોદરાઃ શહેરમાં PI અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના કેસમાં તપાસની કમાન અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ATSના હાથમાં આવતા નવા ખુલાસા થઈ રહ્યા છે. તપાસમાં અત્યાર સુધીની સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે.અમદાવાદ ક્રાઈમ બ્રાંચની તપાસમાં PI અજય દેસાઈના ઘરમાંથી લોહીના દાગ મળ્યાં છે. FSL દ્વારા તેના સેમ્પલ લઈ લેવાયા છે. જે બાદ વડોદરાના SOGના PI પર શંકાનો ઘેરો વધતો જાય છે.

22 જુલાઈએ વડોદરાના SOGના PIની પત્ની સ્વીટીના ગુમ થવાના કેસમાં નવો વળાંક આવ્યો હતો. પીઆઇ દેસાઇએ નાર્કો ટેસ્ટ માટે મનાઈ ફરમાવી હતી. પોતાની માનસિક અને શારીરિક સ્થિતિ સારી ન હોવાથી નાર્કો ટેસ્ટ માટે પોતે સક્ષમ નથી. તેવું અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સમક્ષ રજૂઆત કરી હતી. બાદમાં પીઆઇ દેસાઇનો નાર્કો ટેસ્ટ કરી શકાયો ન હતો.જે બાદ પોલીસ હવે DNA ટેસ્ટની રિપોર્ટની રાહ જોઇ રહી છે.

વડોદરામાં SOGના PI એ.એ. દેસાઈની પત્ની સ્વીટી મહેન્દ્ર પટેલ 48 દિવસથી રહસ્યમય રીતે ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.હવે આ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમબ્રાંચ અને ATS કરી રહી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વડોદરામાં જણાવ્યુ હતું કે કેસની તપાસ ક્રાઈમબ્રાંચ અને ATSને સોંપાઈ છે. તેમજ જરૂર હશે તે લોકોના નાર્કો ટેસ્ટ, ફોરેન્સિક ટેસ્ટ થશે. માનવ કંકાલ મળ્યાં તે સ્થળની FSL તપાસ પણ કરી છે. શંકાસ્પદ લોકોની પૂછપરછ પોલીસ કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch