Thu,25 April 2024,11:09 pm
Print
header

દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પહેલા કર્યો હતો રોડ શો

નવી દિલ્હીઃ મિશન 2024 માટેની વ્યૂહરચના ઘડવા માટે બે દિવસ માટે દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક શરૂ થઇ છે. બેઠક પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ રોડ શો યોજ્યો હતો. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ શાસિત રાજ્યોના અનેક કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ સામેલ થયા છે. ઉપરાંત ભાજપના 350 જેટલા હોદ્દેદારો ભાગ લઇ રહ્યાં છે. આ બેઠક દિલ્હીમાં એનડીએમસીના કન્વેન્શન સેન્ટરમાં યોજાઈ છે. બેઠક પહેલા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના તમામ પ્રદેશ પ્રભારી, સહપ્રભારી અને પ્રદેશ અધ્યક્ષો સાથે બેઠક કરી હતી. દિલ્હીના પટેલ ચોકથી એનડીએમસી બિલ્ડિંગ સુધી મોદીનો રોડ શો યોજાયો હતો. આ રોડ-શોને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી હતી. લોકોને બપોરથી સાંજ સુધી કેટલાક રસ્તાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી.

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા.આ રોડ શો બાદ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદી પહોંચ્યા હતા. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 35 કેન્દ્રીય મંત્રીઓ, 12 મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સામેલ થયા છે. વિવિધ થિમ્સ સાથે ભવ્ય પ્રદર્શનની પ્રથમ થીમ સેવા સંસ્થા અને સમર્પણ છે. બીજો વિષય 'વિશ્વ ગુરુ ભારત' છે, જેને આપણે વૈશ્વિક કટોકટીમાં મદદ કરી છે, જી -20 અને ત્રીજો વિષય સુશાસન પ્રથમ છે અને સુશાસન માટે લેવામાં આવેલા પગલાંઓને પણ પ્રદર્શિત કરવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch