Thu,18 April 2024,11:16 pm
Print
header

PM મોદીને મુખ્યપ્રધાનોએ પૂછ્યું, લોકડાઉન ક્યાં સુધી રહેશે ? મમતાએ 2500 કરોડ રૂપિયા માંગ્યા

નવી દિલ્હીઃ કોરોનાના સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરી છે, દેશમાં કોરોનાને કારણે 66 લોકોનાં મોત થઇ ગયા છે, 2000 જેટલા લોકોને ચેપ લાગ્યો છે, ત્યારે મોદીએ કહ્યું છે કે આપણે એક થઇને કોરોના સામે લડવાનું છે. મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની ચર્ચામાં કહ્યું કે તમે લોકડાઉનનું યોગ્ય પાલન કરાવો, જનતાને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળે તે માટે ખાસ ધ્યાન આપજો, મોદીએ મેડિકલ સેવાઓને લઇને પણ ચર્ચા કરી છે.

મોદીએ બધા મુખ્યપ્રધાનોને કહ્યું છે કે જો તમારા રાજ્યોમાં કોઇ લોકો અન્ય જગ્યાએથી પાછા આવેલા હોય તો તાત્કાલિક તેમને ક્વોરોન્ટાઇન કરીને તેમની સારવાર કરાવો, તેમને મળેલા અન્ય લોકોની પણ શોધખોળ જરૂરી છે.

આ ચર્ચામાં પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કોરોના સામેની લડત માટે કેન્દ્ર સરકાર પાસેથી 2500 કરોડ રૂપિયાની માંગ કરી છે. પંજાબે ખેડૂતોનું અનાજ રાખવા વ્યવસ્થા માંગી છે, કારણ કે પંજાબમાં હાલમાં ઘઉંની સિઝન છે. ઘણા રાજ્યોએ મેડિકલ ઇક્વિપમેન્ટ માંગ્યા છે, પીએમ મોદીને રાજ્યોના મુખ્યપ્રધાનોએ એમ પણ પુછ્યું છે કે આ લોકડાઉન ક્યાં સુધી રહેશે, કારણ કે જો કોરોનાના વધુ કેસો થાય તો નાગરિકોની સુરક્ષા માટે લોકડાઉન 21 દિવસ પછી પણ સરકાર લંબાવી શકે છે. જો કે કેન્દ્ર સરકારે અગાઉ કહ્યું હતુ કે 21 દિવસ પછી લોકડાઉન લંબાવવાનું તેમનું હાલમાં કોઇ આયોજન નથી, લોકોએ પણ ચિંતા કરવાની જરૂર નથી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch