Sat,20 April 2024,7:17 am
Print
header

બ્રાઝિલના પ્રેસિડેન્ટનો મોદીને પત્ર, કોરોનાની દવાની મદદની સરખામણી હનુમાનજીની સંજીવની સાથે કરી

નવી દિલ્હીઃ દુનિયા આજે કોરોનાના ભય નીચે જીવી રહી છે, અત્યાર સુધી વિશ્વમાં કોરોનાના 14 લાખ કરતા વધુ કેસ નોંધાયા છે, 82 હજાર લોકોનાં મોત થઇ ગયા છે, આ સ્થિતીમાં દુનિયા એક થઇને કોરોના સામે લડત આપે તે જરૂરી છે, ભારતે કોરોના વાઇરસ સામે દર્દીને રાહત આપનારી દવા હાઈડ્રોક્સી ક્લોરોક્વીનની નિકાસને મંજૂરી આપી દીધી છે, જે દેશોને કોરોના સામે લડવા દવાની જરૂર છે, તેમને આ જથ્થો આપવામાં આવશે, આ મામલે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલસોનારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારતનો આભાર માન્યો છે.. તેમને હનુમાન જયંતિ વખતે જ લખ્યું છે કે જેમ રામાયણમાં રામભક્ત હનુમાનજી સંજીવની જડીબુટ્ટી લાવ્યાં હતા અને રાવણ સામેના યુદ્ધમાં લક્ષ્મણનો જીવ બચાવ્યો હતો, તે રીતે જ ભારતની કોરોના માટેની દવા દુનિયા માટે સંજીવની બની છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિએ 7 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આભાર માન્યો છે, તેમને કહ્યું છે કે કોરોના વાઇરસના સંકટની સ્થિતીમાં બ્રાઝિલને મદદ કરવા માટે તમારો આભાર, બીજી તરફ કોરોનાની દવા મામલે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પલટી મારી છે, દવા ન મળતા ભારતને ચીમકી આપનારા ટ્રમ્પે હવે મોદીને શાનદાર વ્યક્તિ અને અમેરિકાના મિત્ર ગણાવ્યાં છે, કારણ કે હવે હાઈડ્રોક્સી ક્લોરોક્વીન દવાનો જથ્થો ભારતે આપવાની હા પાડી છે, પહેલા ટ્રમ્પે કહ્યું હતુ કે ભારત જો દવા નહીં આપે તો અમે ભારત સામે કાર્યવાહી કરીશું, પરંતુ હવે તેઓએ મોદીના વખાણ કર્યા છે. 

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch