Sat,20 April 2024,7:26 pm
Print
header

PM Modi USA Visit 2021: કમલા હેરિસને મળ્યાં પીએમ મોદી, કહ્યું કોરોનામાં અમેરિકાએ સાચા મિત્રની જેમ મદદ કરી

PM મોદીએ કમલા હેરિસને ભારત આવવા આપ્યું આમંત્રણ 

વોશિંગ્ટનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે, તેમણે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓએ ભારત-અમેરિકા સંબંધ સહિત વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમાં અફઘાનિસ્તાન અને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ફટકાર લગાવી છે.

પ્રધાનમંત્રી મોદી અને કમલા હેરિસ વચ્ચે પ્રથમ વખત મુલાકાત થઈ છે. આ પહેલા બંને નેતાઓ ફોન પર વાતચીત કરી ચુક્યા છે. બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં કોરોનાની સ્થિતિ, રસીકરણ અને હેલ્થ સાથે જોડાયેલા સામાનના સપ્લાઇની પણ ચર્ચા થઈ છે. દરમિયાન પીએમ મોદીએ કહ્યું જ્યારે ભારતમાં કોરોનાની બીજી લહેર ફરી વળી હતી ત્યારે અમેરિકાએ સાચા મિત્રની જેમ મદદ કરી હતી. જે બદલ આભાર વ્યક્ત કરું છું.

પીએમ મોદીએ કહ્યું ભારત અને અમેરિકા સ્વાભાવિક ભાગીદાર છે. આપણે સમન્વય તથા સહયોગ વધારી રહ્યાં છીએ, હુું અમેરિકાના ઉપરાષ્ટ્રપતિને ભારત પધારવા આમંત્રણ આપુ છું. ભારતમાં પણ લોકો તમારું સ્વાગત કરવા ઈચ્છે છે. કમલા હેરિસે કહ્યું ભારત અમેરિકાનો એક મહત્વપૂર્ણ ભાગીદાર દેશ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch