Thu,25 April 2024,11:25 pm
Print
header

ગીફ્ટ સીટીમાં IFSCA ના હેડક્વાર્ટર ભવનનો મોદીએ કર્યો શિલાન્યાસ, આતંરરાષ્ટ્રીય માર્કેટમાંથી થશે સોનાની સીધી ખરીદી- Gujarat post

ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એકઃ મોદી 

નવું એક્સચેન્જ ભૌતિક સોના અને ચાંદીનું વેચાણ કરશે

વડાપ્રધાન મોદીએ ગિફ્ટ સિટીમાં IFSCA ના હેડક્વાર્ટર ભવનનો કર્યો શિલાન્યાસ   

ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ અને NSE IFSC SGX કનેક્ટને પીએમ મોદીએ લોન્ચ કર્યું  

ગાંધીનગરઃ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી એટલે કે GIFT સિટી ખાતે એક્સચેન્જની શરૂઆત કરાઇ છે. આ એક્સચેન્જમાં શેરબજારની જેમ સોના અને ચાંદીના સોદા કરાશે. ભારતને બુલિયન ફ્લો માટે એક મોટું કેન્દ્ર બનાવવા તેને શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જ અને બોર્સા ઈસ્તાંબુલની માફક તૈયાર કરાશે. હવે કોઇ પણ વ્યક્તિ અહીંથી સોના-ચાંદીના સોદા કરી શકશે. જ્વેલર્સ અહીંથી સોના-ચાંદીની ખરીદી પણ કરી શકશે. અહીં સોના-ચાંદીની સ્ટોરેજ ક્ષમતા પણ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું, આજે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે.આજની સરખામણીમાં ભવિષ્યમાં આપણી અર્થવ્યવસ્થા મોટી હશે, ત્યારે આપણે તેના માટે અત્યારથી જ તૈયાર રહેવું પડશે.આપણને એવી સંસ્થાઓની જરૂર છે જે વૈશ્વિક અર્થતંત્રમાં આપણી વર્તમાન અને ભવિષ્યની ભૂમિકાને પૂરી કરી શકે.

વડાપ્રધાને કહ્યું કે ગુજરાતમાં હતો ત્યારે ગિફ્ટ સિટીનો વિચાર કર્યો હતો.ગિફ્ટ સિટી સાથે સામાન્ય માણસની આંકાંક્ષા, ભારતના ભવિષ્યનું વિઝન જોડાયેલું છે. જાન્યુઆરી 2013માં ગિફ્ટ બેન્કના ઇનોગ્રેશન માટે અહીં આવ્યો હતો. ગિફ્ટ સિટી એક એવો આઇડિયા છે જે પોતાના સમય કરતા પણ ઘણો આગળ છે અહીંથી આપણી ઓળખ દુનિયામાં પહોંચી રહી છે.

દેશના પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ IIBXનો પ્રારંભ થવાથી ભારતની આંતરરાષ્ટ્રીય બજારોમાં મહત્વના કેન્દ્ર તરીકે ઓળખ પ્રાપ્ત થશે. IIBXનો આરંભ થતાં દેશના જ્વેલર્સ આંતરરાષ્ટ્રીય બજારમાંથી IIBX દ્વારા સોનાની સીધી આયાત કરી શકશે અને તેમનો બિઝનેસ ઝડપથી વધશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch