Thu,25 April 2024,4:59 pm
Print
header

આટકોટમાં બોલ્યાં PM મોદીઃ 8 વર્ષમાં એક પણ એવું કામ નથી કર્યું કે તમારે નીચું જોવું પડે- Gujarat Post

(આટકોટમાં સંબોધન કરતાં પીએમ મોદી)

  • ભારત માતા કી જય સાથે મોદીએ સંબોધનની કરી શરૂઆત 
  • ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા થાય છે
  • તમે મને આપેલા મૂલ્યો અને શિક્ષણને કારણે માતૃભૂમિની સેવામાં કોઈ કસર છોડી નથી
  • 3 કરોડથી વધુ ગરીબોને ઘર આપવામાં આવ્યાં 

આટકોટઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે છે.રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ બાદ આટકોટ પહોંચીને હોસ્પિટલ નું લોકાર્પણ કર્યું હતુ અને જનસભા સંબોધી હતી. પીએમ મોદીએ ભારત માતાના જયકાર સાથે સંબોધનની શરૂઆત કરી હતી.

સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે 26 મેના રોજ એનડીએ સરકારના 8 વર્ષ પૂર્ણં થયા છે. આ સમય દરમિયાન અમારી સરકારે એવું કોઈ કામ કર્યું નથી, જેને કારણે જનતાને નીચુ જોવું પડે. 6 કરોડ પરિવારોને નળથી જળ મળ્યું છે. ગરીબોની ગરિમા સુનિશ્ચિત કરવામાં આવી છે. 3 કરોડથી વધુ ગરીબોને ઘર આપવામાં આવ્યાં છે. ખેડૂતોના ખાતામાં પૈસા સીધા જમા થઇ રહ્યાં છે.

પીએમ મોદીએ કહ્યું, કોરોના દરમિયાન સારવારની જરૂરિયાત વધી ત્યારે અમે ટેસ્ટિંગ વધુ ઝડપી બનાવ્યું હતુ. રસીની જરૂર પડી ત્યારે અમે તેને મફતમાં ઉપલબ્ધ કરાવી. તમે મને આપેલા મૂલ્યોને કારણે મેં માતૃભૂમિની સેવામાં કોઈ કસર છોડી નથી, તમે મને સમાજ માટે કેવી રીતે જીવવું તે શીખવ્યું છે. 

મોદીએ કહ્યું,ઈન્ફ્રાસ્ટ્રક્ચરના તેજ વિકાસનો લાભ ગુજરાતને મળ્યો છે. સ્પીડથી અભૂતપૂર્વ સ્કેલ પર આજે ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ આગળ ધપી રહ્યું છે. એક જમાનો હતો કે ઉદ્યોગની વાત આવે તો માત્રને માત્ર વડોદરાથી વાપી નેશનલ હાઈવે પર બંને બાજુ કારખાના દેખાતા. આજે તમે ગુજરાતની કોઈ પણ દિશામાં જાઓ, નાના-મોટા કારખાના અને ઉદ્યોગો શરૂ થઇ ગયા છે.  

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch