Thu,25 April 2024,11:06 am
Print
header

PM મોદીએ પરીક્ષામાં ચોરી કરનારા વિદ્યાર્થીઓને આપી સલાહ, સાથે જ કહ્યું પરીક્ષા પે ચર્ચા મારી પણ પરીક્ષા- Gujarat Post

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચાની છ્ઠઠી આવૃત્તિમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તાલકટોરા સ્ટેડિયમમાં આ કાર્યક્રમ યોજાયો હતો. મોદીએ વિદ્યાર્થીઓને ટિપ્સ આપતાં કહ્યું, સમય પર કામ ન કરવાથી દબાણ વધે છે. તમને મુશ્કેલ લાગતા વિષયની પ્રથમ તૈયારી કરો. બાદમાં ઓછા મુશ્કેલ લાગતાં વિષયની તૈયારી કરો. તમારી પસંદગીના વિષયની છેલ્લે તૈયારીઓ કરો.

વિદ્યાર્થીઓ REELS જોવાનું બંધ કરી દેઃ મોદી 

સ્માર્ટફોન જેવા ગજેટના ગુલામ ન બનોઃ મોદી 

પીએમ મોદીએ કહ્યું, અત્યારે તો વિદ્યાર્થીઓ ચોરી કરવાની વાત ગર્વથી કરે છે. પરીક્ષામાં ચોરી કરવી સારી બાબત નથી. કેટલાક ટ્યૂશન ક્લાસિસ નકલને વધુ મહત્વ આપે છે. નકલ કરનારા ખૂબ જ ક્રિએટીવ હોય છે, કેટલા લોકો નકલ કરવાના રસ્તાઓ શોધે છે. મહેનતું વિદ્યાર્થીઓને દુખ થાય છે. ચોરી કરનાર એક-બે પરીક્ષામાં પાસ થઈ શકે છે. પરંતુ જીંદગી ન બની શકે, ચોરીથી મેળવેલા માર્કસ પર ક્યારેક તો સવાલ ઉઠે છે. મહેનત કરનારની મહેનત જીંદગીમાં રંગ લાવે છે. ચોરી કરનાર વ્યક્તિ ક્યારેક સફળ થાય છે. પણ મહેનતનું ફળ કોઈ ન લઈ શકે. પરીક્ષા તો આવે ને જાય, આપણે જીંદગી જીવવી છે. આપણે શોર્ટકર્ટનો રસ્તો ન અપનાવવો જોઈએ.

પીએમ મોદીએ કહ્યું સ્માર્ટલી હાર્ડ વર્ક કરવું જરૂરી છે. કેટલાક લોકો હાર્ડ વર્ક કરે છે, કેટલાક લોકો સ્માર્ટ વર્ક કરે છે. પ્રથમ તો કામને ઝીવણટથી સમજવું જરૂરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch