Wed,24 April 2024,7:00 am
Print
header

મોદીના નિવેદનથી કોંગ્રેસ મૂંઝવણમાં પડી, વિરોધીઓ કાશ્મીરમાં કલમ 370 પાછી લાવવાનું વચન આપી બતાવો !

મહારાષ્ટ્રમાં વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં પણ જમ્મુ-કાશ્મીર અને આતંકવાદનો મુદ્દો ઉછળી રહ્યો છે, અહીના જલગાંવ અને ભંડારાની રેલીમાં પીએમ મોદીએ કોંગ્રેસને આડેહાથ લીધી, કહ્યું કે કેટલાક લોકો જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવ્યાંનો વિરોધ કરી રહ્યાં છે, તેમનામાં જો હિંમત હોય તો તેઓ ચૂંટણી ઢંઢેરામાં જનતાને વચન આપે કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાવવામાં આવશે, મોદીના આ પડકાર બાદ કોંગ્રેસ મૂંઝવણમાં આવી ગઇ છે, કારણ કે જો કોંગ્રેસ કાશ્મીર મામલે હવે કંઇ પણ બોલવા જશે તો દેશની જનતામાં તેમની સામે રોષ વધશે.કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે, દેશની જનતા પણ એક દેશ, એક બંધારણ લાગુ કરતા ખુશ છે.

રાહુલ ગાંધીના મોદી પર પ્રહાર

મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ઝંપલાવ્યું છે, લાતુર સહિતની ત્રણ રેલીઓમાં તેમને મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ લોકોને ભ્રમિત કરી રહ્યાં છે, મંદીમાં લોકોની નોકરીઓ છીનવાતા બેરોજગારી વધી રહી છે, મોદીજીને દેખાતુ નથી કે દેશમાં હજારો ફેક્ટરીઓ બંધ છે, લોકો રોજગારી માંગી રહ્યાં છે, સાથે જ તેમને આરોપ લગાવ્યો કે ભાજપ દેશના સાચા મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવી રહી છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch