Thu,25 April 2024,1:22 pm
Print
header

ગુજરાત ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીની એન્ટ્રી, PM મોદી કરશે 3 રેલીઓ, કેજરીવાલનો પણ રોડ શો- Gujarat Post News

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રચારે જોર પકડ્યું છે. રાજ્યમાં સત્તા હાંસલ કરવા માટે સત્તાધારી ભાજપની સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પૂરી કોશિશ કરી રહી છે.આજે ત્રણેય પક્ષના ત્રણ મોટા નેતાઓ ગુજરાતમાં રેલીઓ કરશે.

ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે પીએમ નરેન્દ્ર મોદીની રેલીઓ કરશે. રાહુલ ગાંધી પણ બે રેલી યોજીને કોંગ્રેસ માટે વોટ માંગશે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ રોડ શો કરીને પોતાના પક્ષમાં વોટ આપવાની અપીલ કરશે.

વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ત્રણ વિજય સંકલ્પ સંમેલન રેલીઓને સંબોધિત કરશે. સોમવારે પીએમ મોદીની પ્રથમ રેલી સવારે 11 વાગ્યે સુરેન્દ્રનગર, બપોરે 1 વાગ્યે જબુંસરમાં અને નવસારીમાં બપોરે 3 વાગ્યે હશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારકા, સોમનાથ, જૂનાગઢ અને કચ્છ જિલ્લામાં ચાર જાહેરસભાઓ ગજવશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે રાજકોટ અને સુરતના મહુવા ખાતે બે જાહેરસભા સંબોધશે. રાહુલ ગાંધી હાલ 'ભારત જોડો યાત્રા'નું નેતૃત્વ કરી રહ્યાં છે, જે હાલ મહારાષ્ટ્રમાંથી પસાર થઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં પ્રચાર કરવાનું ટાળનાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પ્રથમ વખત રાજકોટ અને સુરતમાં બે જાહેર સભાઓને સંબોધશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 20, 21 અને 22 નવેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે છે. 21 નવેમ્બરના રોજ સાંજે 5:00 કલાકે અમરેલીમાં રોડ શોમાં ભાગ લેશે 22 નવેમ્બરના રોજ બપોરે 2 વાગ્યે ખંભાળીયામાં જનસભાને સંબોધશે. તેઓ સાંજે 5 કલાકે સુરતમાં રોડ શોમાં ભાગ લેશે અને રાત્રે 9 વાગ્યે સુરતમાં એક જનસભાને પણ સંબોધિત કરશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch