અંદાજે 500 વર્ષ પછી પાવાગઢ મંદિરના શિખરે ધજા લહેરાવાઇ
આજે શક્તિ પ્રગટ થઇ હોય તેમ લાગે છેઃ મોદી
વડોદરાઃ અંદાજે 500 વર્ષ પછી પાવાગઢના પ્રસિદ્ધ મહાકાળી મંદિરના શિખર પર ધજા લગેરાવાઇ છે, પીએમ મોદીએ મંદિરમાં પુજા-અર્ચના કરીને ધજા લહેરાવી છે, તેમને કહ્યું કે આજે શક્તિ પ્રગટ થઇ હોય તેવો મને અનુભવ થયો છે. હું આજે અહીં આવીને ધન્ય થઇ ગયો છું.
મહાકાળી મંદિરમાં મોદીએ કરી પૂજા
મોટી સંખ્યામાં ભક્તો રહ્યાં ઉપસ્થિત
મોહમ્મદ બેગડાએ માતાજીના મંદિરને ખંડિત કરીને અહીં દરગાહ બનાવી દીધી હતી, પરંતુ હવે નવું શિખર બનાવીને તેના પર સોનાનું કળશ ચઢાવવામાં આવ્યું છે. અંદાજે સાડા સાત કરોડ રૂપિયાના ખર્ચે આ બધુ તૈયાર કરવામાં આવ્યું છે. હજુ પણ કરોડો રૂપિયાના ખર્ચે અહીં વિકાસના કામો કરવામાં આવશે. મંદિરની આસપાસના વિસ્તારોમાં વિકાસ કરવામાં આવશે.
મોદીએ 137 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપતા કહ્યું કે હું મહાકાળી માતાને પ્રાર્થના કરું છું કે તેમના આશીર્વાદથી હું ઉર્જા અને સમર્પણ સાથે લોકોની સેવા કરી રહ્યો છું, મારા જીવનમાં જે કોઈ પણ પુણ્ય છે તે માતાઓ અને બહેનાના કલ્યાણ માટે સમર્પિત કરું છું. ગરવી ગુજરાતની ધરતી પરથી મા કાલીના ચરણોથી હું દેશની આઝાદીના અમૃત મહોત્સવનો સ્મરણ કરું છું. મોદીએ કહ્યું કે ગુજરાતે દેશની આઝાદી માટે જેટલું યોગદાન આપ્યું છે. એટલું જ દેશના વિકાસ માટે પણ આપ્યું છે. આપણું ગુજરાત ભારતની શાન અને ગૌરવની ઓળખ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં કૌભાંડ અને ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આરોપ- Gujarat post
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યાં, અમિત શાહ પણ હાજર હોવાની ચર્ચાઓ- Gujarat Post
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની કરી અટકાયત- Gujarat post
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણીમાં ઉદ્ધવનું બળવાખોરો સામે આક્રમક વલણ, મુંબઈમાં કલમ 144 લાગુ- Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યૂં- Gujarat post
2022-06-25 15:35:11
દે ધનાધન.. સુરતમાં શાળા પ્રવેશોત્સવમાં ભાજપ અને આપના કાર્યકર્તાઓમાં ઝપાઝપી- Gujarat Post
2022-06-25 12:45:49
યુવતીનો આપઘાત, પ્રેમીએ દગો કરતા રિવરફ્રન્ટ પર બનાવ્યો વીડિયો, વડોદરા જઇને કર્યો આપઘાત- Gujarat Post
2022-06-23 16:04:01
PM મોદીએ વડોદરાને આપી રૂ. 21,000 કરોડની ભેટ, ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો- Gujarat Post
2022-06-18 15:01:38
મોદીનો ગુજરાત પ્રવાસ, માતા હીરાબાને મળ્યાં બાદ પાવાગઢ જવા થયા રવાના થયા મોદી, મંદિરમાં કરશે વિશેષ પૂજા - Gujarat Post
2022-06-18 09:18:18
વડોદરાના ડો.સાદાબ પાનવાલાની સિમી સાથે કનેકશનની આશંકામાં ATS એ કરી અટકાયત- Gujarat Post
2022-06-16 10:36:38