Thu,25 April 2024,9:15 pm
Print
header

15 થી 20 વર્ષ જૂના વાહનો માટે નવી વ્હીકલ સ્ક્રેપ પોલિસી લોન્ચ, જાણો વધુ માહિતી

નવી દિલ્હીઃ PM મોદીએ નેશનલ ઓટોમોબાઈલ સ્ક્રેપિંગ પોલીસી લોન્ચ કરી દીધી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે સ્ક્રેપિંગ પોલિસી ભારત માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે તેનાથી ન માત્ર ઓટો અને મેટલ ઈન્ડ્સ્ટ્રીઝને બુસ્ટ મળશે પરંતુ કામદારોને પણ ઘણો ફાયદો થશે. દેશના યુવાનો અને સ્ટાર્ટઅપને આ પ્રોગ્રામ સાથે જોડાવાનું આહવાન કર્યું છે.

છેલ્લા વર્ષે આશરે 23 હજાર કરોડ રૂપિયાનું સ્ક્રેપ સ્ટીલ ભારતે આયાત કરવું પડ્યું હતું.  સાયન્ટીફીક ટેકનોલોજી પર આધારિત સ્ક્રેપિંગથી ફાયદો થશે.નેશનલ સ્ક્રેપિંગ પોલિસી લોન્ચ કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે તેનાથી આત્મનિર્ભર ભારતને પણ મજબૂતી મળશે. ઓટો મેન્યુફેક્ચરીંગ સાથે જોડાયેલી વેલ્યુ ચેઇન માટે ઓછામાં ઓછું ઈમ્પોર્ટ પર નિર્ભર રહેવાની જરૂર છે.

કંપનીઓ પાસે આવનારા 25 વર્ષોનો આખો રોડમેપ હોવો જોઈએ. જૂની પ્રેક્ટિસને બદલવી પડશે અને સરકાર તરફથી ઓટોમોબાઈલ કંપનીઓને દરેક સંભવિત મદદ મળશે, નવી પોલિસી હેઠળ સ્ક્રેપિંગ સર્ટિફિકેટ દેખાડવા પર નવી ગાડી ખરીદતી વખતે 5 ટકાની છૂટ આપવામાં આવશે. કોઇ પણ ગાડી સ્ક્રેપ કરાવવા પર કિંમતના 4-6 ટકા માલિકને આપવા પડશે. તેની સાથે જ નવી ગાડીના રજીસ્ટ્રેશન વખતે રજીસ્ટ્રેશન ફી માફ કરી દેવામાં આવશે.

નવી સ્ક્રેપ પોલિસી હેઠળ નવી ગાડી લેવા પર રોડ ટેક્સમાં 3 વર્ષ માટે 25 ટકા સુધીની છૂટ આપવાની પણ વાત કરવામાં આવી છે. રાજ્ય સરકારો પ્રાઈવેટ ગાડીઓ પર 25 ટકા અને કોમર્શિયલ ગાડીઓ પર 15 ટકાની છૂટ આપી શકે છે. નવી સ્ક્રેપ પોલિસીમાં ડીઝલ અને પેટ્રોલના પ્રાઈવેટ વાહનો માટે 20 વર્ષ સુધી ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે. 20 વર્ષથી જૂના પ્રાઈવેટ વ્હીકલ જો ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં ફેઈલ થાય છે અથવા રજીસ્ટ્રેશન સર્ટિફેકેટ રિન્યું નથી કરાવતા તો 1 જૂન 2024થી જાતે જ રજીસ્ટ્રેશન ખતમ થઈ જશે.

ફિટનેસમાં ફેઈલ થવા પર ગાડી સ્ક્રેપમાં જશે.જો કે પ્રાઈવેટ વ્હીકલને સુધાર કરવાની એક તક આપવામાં આવશે. તેના પછી પણ જો તે ફિટનેસ ટેસ્ટમાં ફેઈલ થાય છે તો ગાડી સ્ક્રેપ કરવી પડશે. 1 એપ્રિલ 2023થી 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોનું રજીસ્ટ્રેશન ખતમ થઈ જશે.નવી પોલિસીમાં વિન્ટેજ કારનો સમાવશે નહીં થાય. આ પોલિસીના દાયરામાં 20 વર્ષથી વધારે લગભગ 51 લાખ લાઈટ મોટર વાહન અને 15 વર્ષથી વધુ જૂના 34 લાખ અન્ય એલએમવી આવશે. તેના હેઠળ 15 લાખ મીડિયમ અને હેવી મોટર પણ આવશે જે 15 વર્ષથી જૂના છે અને હાલમાં તેમની પાસે સર્ટિફિકેટ નથી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch