Fri,19 April 2024,8:39 pm
Print
header

સત્તા નહીં, સેવામાં રહેવા માંગુ છું, હું માત્ર જનતાનો સેવકઃ મન કી બાતમાં બોલ્યાં મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. જેમાં તેમણે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું, હું સત્તા નહીં સેવામાં રહેવા માંગુ છું. હું માત્ર જનતાનો સેવક છું.

મોદીએ કહ્યું અમૃત મહોત્સવ શીખવાની સાથે દેશ માટે કઈંક કરવાની પ્રેરણા પણ આપે છે. આજે દેશભરમાં અમૃત મહોત્સવની ગુંજ છે. પંચાયતથી લઈ સંસદ સુધી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ડિસેમ્બર મહિનામાં નેવી ડે અને આર્મ્ડ ફોર્સ ફ્લેગ ડે ઉજવાશે. 16 ડિસેમ્બરે 1971ના યુદ્ધની સુવર્ણ જયંતિ પણ દેશ મનાવી રહ્યો છે. આ અવસર પર દેશના સુરક્ષા બળોનું સ્મરણ કરું છું. આપણા વીરોનું સ્મરણ કરું છું.

ઉપરાંત પીએમ મોદીએ કોરોનાનો પણ ઉલ્લેખ કરતા કહ્યું, કોરોના હજુ ગયો નથી, સાવધાની રાખજો, કોરોના ગાઇડલાઇનનું પાલન કરજો.પ્રધાનમંત્રી મોદી દર મહિનાના અંતિમ રવિવારે દેશવાસીઓને સંબોધન કરે છે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનની તમામ ચેનલો પરથી કરવામાં આવે છે.ઉપરાંત આકાશવાણીની મોબાઇલ એપ પરથી પણ પ્રસારિત થાય છે. મન કી બાત કાર્યક્રમનો પ્રથમ એપિસોડ ઓક્ટોબર, 2014માં પ્રસારિત થયો હતો. ત્યારથી લઈ પ્રધાનમંત્રી મોદી દર મહિને સંબોધન દ્વારા અવનવી વાતો આ કાર્યક્રમ દ્વારા કરે છે. હાલમાં મોદી સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવા પડ્યાં છે ત્યાર બાદ મોદીનું આ પહેલું સંબોધન છે. વિરોધીઓ આ કાયદાઓ મામલે મોદીની મોટી હાર ગણી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch