Tue,23 April 2024,11:32 pm
Print
header

દુનિયા કોરોના સામે એકજૂથ થાય, ગરીબોની માફી માંગુ છું પરંતુ લોકડાઉન જરૂરી- મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતમાં લોકડાઉન બદલ દેશના ગરીબોની માફી માંગી છે કહ્યું કે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે પરંતુ બધાને બચાવવા લોકડાઉન જરૂરી છે, જો કોરોનાને લડત આપવી હોય તો ઘરોમાં જ રહેવું જોઇએ તે જરૂરી છે, મોદીએ કહ્યું કે દુનિયામાં કોરોનાથી અનેક લોકોના મોત થઇ ગયા છે. દુનિયા આજે કોરોના સામે લડી રહી છે. અંદાજે વિશ્વમાં 30800 લોકોનાં મોત થઇ ગઇ ગયા છે અને 7 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ભારતમાં મોતનો આંકડો 24 થયો છે અને 1000 કરતા વધુ લોકો સંક્રમિત થયા છે.

મોદીએ આરોગ્ય કર્મચારીઓના કામના વખાણ કર્યા, તેમને સહયોગ કરવા અપીલ કરી, પીએમ મોદીએ જે લોકો નિયમોનું ઉલ્લંઘન કરીને બહાર જાય છે તેમને અપીલ કરી છે કે તેઓ ઘરમાં જ રહે, કોરોનાથી રિકવર થયેલા દર્દી સાથે પણ મોદીએ વાત કરી છે. તેમને આગ્રાના અશોક કપૂર સાથે વાત કરી અને તેઓ કંઇ રીતે કોરોનામાંથી બહાર આવ્યાં તે વિશે ચર્ચા કરી.

વડાપ્રધાન મોદીએ અપીલ કરી છે કે તમે તમારા પરિવાર સાથે ઘરોમાં જ રહો અને નિયમો તોડીને બહાર ન નીકળો, આપણે સાથે મળીને કોરોના સામેની જંગ જીતવાની છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch