Thu,25 April 2024,11:57 am
Print
header

લાલ કિલ્લા પર ધ્વજવંદન બાદ PM મોદી ઓલિમ્પિકમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ સાથે કરશે મુલાકાત

નવી દિલ્હી: ઓલિમ્પિકના તમામ ખેલાડીઓને પ્રધાનમંત્રી મોદી 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પર મળશે. લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યાં બાદ પીએમ મોદી ટોકયો ઓલિમ્પિક રમવા ગયેલા તમામ ખેલાડીઓ સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી મોદીએ તમામ ખેલાડીઓને વિશેષ મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હોવાના સમાચાર સામે આવ્યાં છે. મોદીએ ઓલિમ્પિકમાં ભાગ લેનારા તમામ ખેલાડીને પોતાના ઘરે પણ આમંત્રિત કર્યાં છે.

પીએમ મોદી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યાં બાદ ઓલિમ્પિકમાં ભાગ લેવા ટોક્યો ગયેલા તમામ ભારતીય ખેલાડીઓને વ્યક્તિગત મુલાકાત કરીને તેમની સાથે વાતચીત કરશે. ભારત તરફથી ઓલિમ્પિકની વિવિધ રમતોમાં ભાગ લેનારા, તમામ ભારતીય ખેલાડીઓ સાથે આગામી 15મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન કર્યાં બાદ મુલાકાત કરશે. અને તેમનો રમત પ્રત્યેનો ઉત્સાહ વધારશે.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારત તરફથી અત્યાર સુધી પ્રદર્શન મધ્યમ રહ્યું છે. 11 દિવસની રમતોમાં અત્યાર સુધીમાં બે મેડલ મળ્યાં છે. જેમાં પહેલો રજત ચંદ્રક વેઈટ લિફ્ટર મીરાબાઈ ચાનુએ મેળવ્યો છે. બીજો બ્રોન્ઝ મેડલ બેડમિન્ટનમાં પી વી સિંધુએ મેળવ્યો છે. અન્ય રમતોમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓ એવોર્ડ મુદ્દે નિરાશ થયા છે.પરંતુ ઘણી બધી રમતોમાં ભારતના રમતવીરોએ, નવી આશા ઊભી કરી છે. તમામ ખેલાડીઓને વધુ પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત સક્રિય છે.જો કે હજુ કેટલીક રમતો બાકી છે તેમાં વધુ કેટલાક પદક મળે તેવી આશા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch