Tue,23 April 2024,2:51 pm
Print
header

PM મોદીએ સરદારધામ ભવનનું લોકાર્પણ અને કન્યા છાત્રાલય સરદારધામ ફેઝ-2 નું કર્યું ભૂમિપૂજન

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદારધામ ભવનનું લોકાર્પણ તથા કન્યા છાત્રાલય સરદારધામ ફેઝ-2નું ભૂમિપૂજન કર્યું છે. પીએમ મોદીએ વર્ચ્યૂઅલ રીતે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. અહી અંદાજે 200 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર થઇ રહ્યાં છે.

પીએમ મોદીએ વીડિયો-કોન્ફરન્સ દ્વારા સરદારધામ ફેઝ-2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન કર્યું હતું. મોદીએ સંબોધન કરતાં કહ્યું કે કોઈ પણ શુભ કાર્ય પહેલાં આપણે ત્યાં ગણેશ પૂજાની પરંપરા છે, સદભાગ્યે ગણેશ ઉત્સવના પવિત્ર તહેવારના અવસરે સરદારધામ ભવનનું ઉદઘાટન પણ થયું છે. પાટીદાર સમાજની તો એક મોટી વિશેષતા છે કે તેઓ જ્યાં પણ જાય છે ત્યાંના વેપારને નવી ઓળખ આપે છે. પાટીદાર સમાજની અન્ય એક મોટી ખૂબી છે, તેઓ જ્યાં પણ રહે, દેશના હિતોનું પણ ધ્યાન રાખે છે.  

પાટીદાર સમાજ દ્વારા વિકસિત આ સંકુલમાં વિદ્યાર્થીઓને વાજબી દરે તાલીમ, રહેવાની સગવડ મળશે. સરદારધામ શૈક્ષણિક અને સામાજિક પરિવર્તન, સમાજના નબળા વર્ગના ઉત્થાન અને યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા તરફ કામ કરાઈ રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch