Sun,26 June 2022,4:24 pm
Print
header

મોદીનો ગુજરાત પ્રવાસ, માતા હીરાબાને મળ્યાં બાદ પાવાગઢ જવા થયા રવાના થયા મોદી, મંદિરમાં કરશે વિશેષ પૂજા - Gujarat Post

વડાપ્રધાન મોદીના માતા હીરાબાનો આજે 100મો જન્મદિવસ

આ પ્રસંગે તેઓ કરશે વિશેષ પૂજા

પાવાગઢમાં પુનઃવિકસિત શ્રી કાલિકા માતા મંદિરનું કરશે ઉદ્ઘાટન

PM Modi Gujarat Visit: ગુજરાત પ્રવાસ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતાને મળવા પહોંચ્યાં હતા. પીએમ મોદીના માતા હીરાબા આજે તેમના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. આ પ્રસંગે પીએમ મોદી ગાંધીનગર સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમના માતા તેમના નાના ભાઈ સાથે રહે છે.

આ પ્રસંગે પીએમ મોદી પાવાગઢમાં પૂજા પણ કરશે. તેઓ મંદિરમાં ધ્વજા ફરકાવશે. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 500 વર્ષ પછી આ મંદિરમાં ધ્વજા ફરકાવવામાં આવશે. PM મોદીના માતા હીરાબા 100 વર્ષના થઈ રહ્યાં છે, આ અવસર પર તેઓ માતા કાલીની વિશેષ પૂજા અને દર્શન કરશે.

આ સાથે PM મોદી પાવાગઢમાં પુનઃવિકસિત શ્રી કાલિકા માતા મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેઓ વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે. વડાપ્રધાન સુરત, ઉધના, સોમનાથ અને સાબરમતી સ્ટેશનોના પુનઃવિકાસ તેમજ રેલ્વે ક્ષેત્રના અન્ય પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પીએમ મોદી માતા અને બાળકના સ્વાસ્થ્યને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 'મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના' શરૂ કરશે. તેના પર 800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

મંદિરનો અનોખો વારસો

પાવાગઢ મંદિરનો ઈતિહાસ વર્ષો જૂનો છે. એવું માનવામાં આવે છે કે સમગ્ર દેશમાં મા કાલીનું એવું સ્વરૂપ બીજે ક્યાંય નથી.અહીં માત્ર દેવી માતાની આંખો જ જોવા મળે છે. ઘણા વર્ષો પહેલા મંદિરના ગુંબજને મુસ્લિમ શાસક દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. તે પછી તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે વિશ્વની ધરોહર ગણાતું ચાંપાનેર શહેર પણ અહીં જ વસ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch