Wed,24 April 2024,12:43 am
Print
header

મંડી, એમએસપી, કંપની અને પાક, મોદી સરકાર એક પછી એક આ મૂંઝવણ દૂર કરશે

કૃષિ બિલ પર વડાપ્રધાને મોદીએ કહ્યુ, ખેડૂતોને મળી નવી આઝાદી, જ્યાં ઈચ્છે ત્યાં ઉપજ વેચી શકશો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કૃષિ બીલના મુદ્દે વાત કરી હતી. બિહારમાં એક કાર્યક્રમને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને નિશાન બનાવ્યું હતું, જેણે આ બિલ પર મૂંઝવણ ઉભી કરી છે, કૃષિ બીલ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંસદે દેશના ખેડુતોને નવા અધિકાર આપતો કાયદો પસાર કર્યો છે. અગાઉના કાયદાએ ખેડૂતોના હાથ પગ બાંધી દીધા હતા, આની આડમાં કેટલીક શક્તિશાળી ટોળકી ખેડૂતોની લાચારીનો લાભ લઈ રહી હતી. વડાપ્રધાને કહ્યું કે ખેડૂતોને આ બિલને કારણે નવી આઝાદી મળી ગઈ છે. હવે તેઓ જ્યાં ઈચ્છે ત્યાં પોતાની ઉપજ વેચી શકશે. હવે ખેડૂત ગમે ત્યાં પાકને વેચી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારને લગભગ 14 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની ભેટ આપી છે.મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 9 હાઇવે પ્રોજેક્ટની સાથે બિહારના લગભગ 46 હજાર ગામોને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી જોડવા માટે ઘર સુધી ફાઇબર યોજનાનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે વડાપ્રધાને કૃષિ બીલનો પણ ઉલ્લેખ કર્યો. મોદીએ કહ્યું કે નવા કૃષિ સુધારોએ દેશના દરેક ખેડૂતને આઝાદી આપી દીધી છે કે તેઓ કોઈને પણ, ક્યાં પણ પોતાનો પાક, શાકભાજી વેચી શકે છે. હવે ખેડૂતોને જો માર્કેટ યાર્ડમાં વધુ લાભ મળશે તો ત્યાં પોતાનો પાક વેચી શકશે. માર્કેટ યાર્ડ સિવાય બીજે ક્યાંક વધુ લાભ મળી રહ્યો હશે તો ત્યાં વેચવા માટે પણ મનાઈ નહીં રહે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ બીલની અસર દેખાવા માંડી છે. જે રાજ્યમાં બટાટા વધારે છે, ત્યાં જૂન-જુલાઈ દરમિયાન કૃષિ માર્કેટ યાર્ડોએ ખેડૂતોને વધુ ભાવ આપ્યા છે.મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ઓઇલ મીલો સીધી ખેડૂતો પાસેથી સરસવ ખરીદી રહી છે અને આ માટે 20-30 ટકા વધુ પૈસા આપ્યા છે. પીએમ મોદીએ દાવો કર્યો હતો કે જ્યાં કઠોળ વધારે છે ત્યાં ખેડૂતોને ઉંચા ભાવ મળ્યા છે.

મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે આ કાયદો, આ ફેરફાર કૃષિ માર્કેટ યાર્ડોની વિરુદ્ધ નથી. માર્કેટ યાર્ડોમાં જેવી રીતે પહેલા કામ થતું હતું, તેવું હજુ પણ થશે. અમારી સરકારે કૃષિની મંડીઓને ઠીક કરવાનું કામ કર્યું છે. પીએમએ કહ્યું કે તેથી જે એવું કહી રહ્યા છે કે નવા કૃષિ સુધારા બાદ માર્કેટ યાર્ડો સમાપ્ત થઈ જશે, તો ખેડૂતોને બિલકુલ જૂઠું બોલીને ભ્રમ ફેલાવી રહ્યા છે.

વડાપ્રધાને કહ્યું કે, આ અમારી એનડીએ સરકાર છે જેણે દેશના માર્કેટ યાર્ડોને આધુનિક બનાવવા માટે નિરંતર કામ કર્યું છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, માર્કેટ યાર્ડોના કાર્યાલયોને ઠીક કરવા માટે, ત્યાંનું કોમ્પ્યૂટરાઈઝેશન કરવા માટે, છેલ્લા 5-6 વર્ષથી દેશમાં ખૂબ મોટું અભિયાન ચાલી રહ્યું છે. 

પીએમ મોદીએ કહ્યું કે, જો નાના ખેડુતો કોઈ સંગઠન બનાવે છે અને તેમનો પાક એકત્રિત કરીને વેચે છે, તો તેઓને ફાયદો થશે, બિલમાં પણ આ જ બાબત લેવામાં આવી છે. જે પણ કંપની ખેડૂત સાથે સમાધાન કરે છે, તે જ ખેડૂતને નવી સુવિધાઓ અને તેની જરૂરિયાતો પૂરી પાડશે. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે, બિહારના કેટલાક ખેડૂતોએ ચોખાને લગતી કંપની સાથે જોડાણ કર્યું છે, હવે તે જ કંપની તે ખેડૂતોના બધા પાક ખરીદે છે. 

પીએમ મોદીએ કહ્યું હતું કે જો કોઈ યુવક ચિપ્સ ફેક્ટરી ખોલવા માંગે છે તો પહેલા તેને મંડીમાં બટાકાની ખરીદી કરવી પડશે. પરંતુ હવે તે ખેડૂત સાથે સીધો કરાર કરશે,ખેડૂતને સગવડ પૂરી પાડશે અને તેના બધા બટાકા લેશે. પીએમ મોદીએ કહ્યું કે, જો કંપની કોઈ કરાર કરે છે, તો તે જમીનના માલિક નહીં બને, ખેડૂત તેના માલિક બનશે.

પીએમ મોદીએ કહ્યું કે હવે ખેડુત કઠોળ અને ચોખા સહિતના ઘણા પાકને સરળતાથી સંગ્રહિત કરી શકશે, અગાઉ તેમને મંજૂરી નહોતી. પીએમએ કહ્યું કે, કૃષિ ક્ષેત્રમાં આ ઐતિહાસિક ફેરફારો બાદ કેટલાક લોકોને પોતાના હાથમાંથી નિયંત્રણ જતું દેખાઈ રહ્યું છે. તેથી તેઓ ભ્રમ ફેલાવી રહ્યા છે. હવે આ લોકો MSP પર ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ એ જ લોકો છે જે વર્ષો સુધી MSP પર સ્વામિનાથન કમિટીની ભલામણોને પોતાના પગ નીચે દબાવીને બેસી રહ્યા. પીએમ મોદીએ કહ્યું કે એમએસપી પહેલાની જેમ કાર્યરત રહેશે.

મોદીએ કહ્યું કે કઠોળ અને તેલીબિયાંની સરકારી ખરીદીમાં અગાઉની તુલનામાં 24 ગણો વધારો થયો છે. કોરોના સંકટ દરમિયાન, ઘઉંના રેકોર્ડ ખરીદી ખેડૂતો પાસેથી કરવામાં આવી છે, જે સતત ચાલુ રહેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch