Sat,20 April 2024,2:23 pm
Print
header

PM નરેન્દ્ર મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ, કાશ્મીર જવું હોય તો આવજો હું વ્યવસ્થા કરી આપીશ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે બીડનાં પરલીની રેલીમાં પહોંચેલા મોદીએ કોંગ્રેસ-એનસીપી પર મોટો કટાક્ષ કરીને બંને પાર્ટીઓની ઝાટકણી કાઢી હતી, કહ્યું કે યુવાનો આ બંને પાર્ટીઓથી દૂર ભાગી રહ્યાં છે, અને મહારાષ્ટ્રમાં ભાજપનો ભવ્ય વિજય થશે, કાશ્મીરમાંથી 370 હટાવ્યાં મામલે મોદીએ કહ્યું કે જો કોઇએ કાશ્મીર જવું હોય તો તેની વ્યવસ્થા હું કરી આપીશ, અગાઉ રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે કાશ્મીરમાં લોકો મળી રહ્યાં છે, જે નિવેદનનો ઉપયોગ પાકિસ્તાને યુનોમાં કર્યો હતો, મોદીએ તેમની ઝાટકણી કાઢી છે, કહ્યું કે વિરોધીઓ કહેતા હતા 370 દૂર કરવાથી દેશ બરબાદ થઇ જશે, તમે જ જુઓ મહિનાઓ થઇ ગયા અને કાશ્મીરમાં સ્થિતિ પણ સામાન્ય થઇ ગઇ છે, જેથી જ હું વિરોધીઓને કહી રહ્યો છું કાશ્મીર જવું હોય તો હું તેની વ્યવસ્થા કરીશ.

મોદીએ કહ્યું કે આજે ભાજપના કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી રહી છે અને કોંગ્રેસમાં નેતાઓ અંદરો-અંદર લડી રહ્યાં છે, કાર્યકર્તાઓ પાર્ટી છોડી રહ્યાં છે, સાથે જ તેમને મહારાષ્ટ્રમાં ભવ્ય વિજયની આશા વ્યક્ત કરીને કોંગ્રેસ-એનસીપી પર પ્રહાર કર્યા હતા.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch