નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળ, આસામ અને પુંડિચેડીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ આ જીતની ઉજવણી કરી રહ્યાં છે. ત્યારે દિલ્હીમાં બંગાળી ધોતી-કુર્તા પહેરીને ભાજપ કાર્યાલય પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ હુંકાર કરતા કહ્યું કે દેશના 22 જેટલા રાજ્યોમાં ભાજપ-એનડીએની સરકારો થઇ ગઇ છે, ગંગોત્રીથી લઇને ગંગાસાગર સુધી કમળ ખિલ્યું છે. લોકો માત્ર વિકાસ જ ઇચ્છે છે.
આજે હું દરેક ભાજપ કાર્યકરની ખુશીમાં ભાગીદાર છું: મોદી
મોદીએ કહ્યું, એક કાર્યકર તરીકે, હું દરેક ભાજપ કાર્યકરના આનંદમાં સહભાગી છું. આજનો દિવસ ઘણી રીતે ખાસ છે. દેશ માટે ઉજ્જવળ ભવિષ્યની જાહેરાતનો દિવસ છે. આ વિશ્વાસનો દિવસ છે.
અગાઉ પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટર પર પોસ્ટ કરીને પશ્ચિમ બંગાળના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, પશ્ચિમ બંગાળમાં કમળ ખિલ્યું છે. 2026 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી હંમેશા યાદ રાખવામાં આવશે. લોકોની શક્તિનો વિજય થયો છે. લોકોએ સુશાસનના રાજકારણમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હું પશ્ચિમ બંગાળના દરેક નાગરિકને સલામ કરું છું. લોકોએ ભાજપને પ્રચંડ જનાદેશ આપ્યો છે, હું તેમને ખાતરી આપું છું કે અમારી પાર્ટી પશ્ચિમ બંગાળના લોકોના સપના પુરા કરવા બધું જ કરશે.
Victory Celebrations at BJP HQ, New Delhi. #ElectionResult2026 https://t.co/pBfn2ZthCR
— BJP (@BJP4India) May 4, 2026
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
ભાજપમાં પદાધિકારીઓની નિમણૂંક લટકી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોના અનેક દિવસો થયા છંતા પદો ખાલી | 2026-05-14 17:07:39
પ્રતિક યાદવનું કંઈ રીતે થયું મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો | 2026-05-13 17:39:00
NEET પેપર લીક: મનીષાએ પુરાવા સળગાવ્યાં હતા, CBI કસ્ટડીમાં મોટો ખુલાસો | 2026-05-17 11:14:59
NEET- UG 2026 પેપર લીક: દિલ્હીથી મહિલા પ્રોફેસરની ધરપકડ, પેપર તૈયાર કરવામાં સામેલ હતા | 2026-05-16 17:22:37
સુપ્રીમનો મોટો નિર્ણય: સોમવાર અને શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી થશે, કાર-પૂલિંગ અને WFH લાગુ | 2026-05-15 18:20:01