Sat,20 April 2024,5:21 am
Print
header

પીએમ મોદીએ ગાંધીનગરમાં મેયર કોન્ફરન્સને કર્યું સંબોધન, કહી આ વાત- Gujarat Post

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાજપના મેયરોની બેઠકને સંબોધન કર્યું. તેમને વિકાસની યોજનાઓ ભાજપના મેયરોની સામે મૂકી. મોદીએ કહ્યું કે આઝાદીના અમૃતકાળ દરમિયાન આગામી 25 વર્ષ માટે ભારતના શહેરી વિકાસનો રોડ મેપ બનાવવામાં આ કોન્ફરન્સની મોટી ભૂમિકા છે.અમે રાજકારણમાં આવ્યાં છીએ તો માત્ર ગાદી પર બેસવા નથી આવ્યાં, જનતાની સેવા પણ કરવાની છે. આપણા માટે શક્તિ એ માધ્યમ છે, ધ્યેય સેવા છે. અમે સુશાસન દ્વારા લોકોની સેવા કેવી રીતે કરી શકીએ તે માટે કામ કરીએ છીએ.

ગાંધીનગરમાં ભાજપની નેશનલ મેયર્સ કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું સરદાર વલ્લભભાઈ પટેલે મેયર તરીકે તેમની સફર શરૂ કરી હતી.અમે વધુ સારા ભારત માટે તેમના દ્વારા બતાવેલા માર્ગ પર ચાલીશું અને તેના વિકાસ માટે કામ કરીશું.તમામ મેયરોએ સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસનું પાલન કરવું જોઈએ. નગરપાલિકામાં સરદાર સાહેબે કરેલા કાર્યોને આજે પણ આદરપૂર્વક યાદ કરવામાં આવે છે. તમારે તમારા શહેરોને પણ એવા સ્તર પર લઈ જવાના છે જ્યાં આવનારી પેઢીઓ તમને યાદ કરે.

મોદીએ પંચાયતો અને મહાનગરપાલિકાઓને વધારે મજબૂત બનાવવા પર ભાર મુક્યો છે. કહ્યું કે સામાન્ય નાગરિકોનો સીધો સંબંધ પંચાયત સાથે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch