Wed,24 April 2024,1:29 pm
Print
header

PM મોદીએ વડોદરાને આપી રૂ. 21,000 કરોડની ભેટ, ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો- Gujarat Post

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં રૂ. 21,000 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. તેમાં લગભગ રૂ. 16,332 કરોડના 18 રેલવે પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે, જે અંતર્ગત નવી ટ્રેનો, નવા ફ્રેટ કોરિડોર, રેલ્વે સ્ટેશનનો પુનઃવિકાસ અને ગેજ કન્વર્ઝન વગેરે જેવા કામોનો સમાવેશ થાય છે. મોદી ખુલ્લી જીપમાં બેસીને સભા સ્થળે પહોંચ્યાં હતા જ્યાં લોકોએ તેમને આવકાર્યાં હતા.

મોદીએ વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાન રેલીને સંબોધિત કરી હતી. રેલ્વે પ્રોજેક્ટ ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1.41 લાખ મકાનોનું ભૂમિપૂજન અને ઈ-સમર્પંણ કર્યું હતું. માતા અને બાળકના સ્વાસ્થ્યને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને પોષણ સુધા યોજનાની શરૂઆત કરી છે. વડાપ્રધાને ડભોઈના કુંડેલામાં ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ કહ્યું, 'આજનો દિવસ મારા માટે માતૃ વંદનાનો દિવસ છે. આજે સવારે જન્મ લેનાર માતાના આશીર્વાદ લીધા પછી વિશ્વ માતા કાલી માતાના આશીર્વાદ લીધા, હવે માતૃશક્તિના અમોઘ સ્વરૂપના દર્શન કરીને તેમના આશીર્વાદ લીધા છે. મને ખુશી છે કે આજે સંસ્કૃતિની નગરી વડોદરા ખાતેથી આશરે રૂ. 21000 કરોડના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રોજેક્ટ્સથી ગુજરાત અને દેશ મજબૂત થશે.

પીએમ મોદીએ કહ્યું, મોટા ભાગના પ્રોજેક્ટ અમારી બહેનો અને દીકરીઓના સ્વાસ્થ્ય, પોષણ અને સશક્તિકરણ સાથે જોડાયેલા છે, આજે લાખો માતાઓ અને બહેનો અમને આશીર્વાદ આપવા આવ્યાં છે. 21મી સદીના ભારતના ઝડપી વિકાસ માટે મહિલાઓનો ઝડપી વિકાસ, તેમનું સશક્તિકરણ પણ મહત્વપૂર્ણ છે.આજે આપણા દેશમાં મહિલાઓની જરૂરિયાતોને  ધ્યાનમાં રાખીને યોજનાઓ તૈયાર થઇ રહી છે.

અમે મહિલાઓના જીવન ચક્રના દરેક તબક્કાને ધ્યાનમાં રાખીને નવી યોજનાઓ બનાવી છે. મહિલાઓનું જીવન સરળ બનાવો, તેમના જીવનમાંથી મુશ્કેલીઓ ઓછી કરો, તેમને આગળ વધવા વધુને વધુ તકો આપવી, આ અમારી સરકારની પ્રાથમિકતાઓ છે. મોદીએ કહ્યું કે  માતૃશક્તિની ઉજવણી માટે વડોદરા યોગ્ય શહેર છે. 2014માં પણ જ્યારે હું મારા જીવનમાં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યો હતો. ત્યારે રાષ્ટ્ર સેવાની જવાબદારી માટે મને વડોદરાના નવનાથ અને કાશી વિશ્વનાથ બંનેના આશીર્વાદ મળ્યાં હતા

મોદીએ કહ્યું, 'બે દાયકા પહેલા જ્યારે ગુજરાતે મને સેવા કરવાની તક આપી ત્યારે અહીં કુપોષણ એક મોટો પડકાર હતો. ત્યારથી અમે આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું હતુ. દેશમાં સપ્ટેમ્બર મહિનો પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતની બહેનોને પણ આ અભિયાનમાં ઘણી મદદ મળી રહી છે. ગુજરાતમાં મહિલાઓને દરેક સ્તરે આગળ વધારવા અમે નિર્ણયો લઇ રહ્યાં છીએ. આગામી સમયમાં પણ અમારી સરકાર મહિલાઓ માટે કામ કરતી રહેશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch