એર ટ્રાફિક કંટ્રોલથી વિમાનનો સંપર્ક કપાઈ ગયો હતો
જોમસોમ પાસે એક વિસ્તારમાં આગની જ્વાળાઓ જોવા મળી
નેપાળઃ વિમાન દુર્ઘનાગ્રસ્ત થયું હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. નેપાળનું તારા એરનું 9NAET ડબલ એન્જિન વિમાન ઉડાન ભર્યાં બાદ ગુમ થયું છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યાં મુજબ, આલ્ફા ઈકો ટેંગો કોલ સાઈન સાથેનું પ્લેને રવિવારે સવારે 9:55 વાગ્યે પોખરાથી જોમસોમ માટે ઉડાન ભરી હતી,જેણે 10:20 વાગ્યે ઉતરાણ કરવાનું હતું, પરંતુ 11.00 વાગ્યા પછી પણ તેનો સંપર્ક થયો ન હતો.વિમાનને ચલાવનાર ટીમ (ક્રૂ મેમ્બર્સ) સહિત 22 લોકો વિમાનમાં સવાર હતા.જેમાં 13 નેપાળી, 4 ભારતીય અને 2 જાપાની નાગરિક હતા. ક્રૂ મેમ્બર્સમાં વિમાનનો પાયલટ પ્રભાકર પ્રસાદ ધિમિરે, કો-પાયલટ ઈતાસા પોખરેલ અને એર હોસ્ટેસ કાસ્મી થાપાનો સમાવેશ થાય છે.
આ પ્લેનમાં સવાર એક પેસેન્જર કેપ્ટન વસન્ત લામા પણ છે જે આ જ કંપનીનના પ્લેન ઉડાવે છે.આ સાથે વિમાનમાં સવાર 4 ભારતીય યાત્રીઓ મુંબઈના છે, તેઓ એક જ પરિવારના સભ્ય છે. અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા અડધા કલાકથી વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલર (ATC)થી કોઈ સંપર્ક ન હતો થઈ શક્યો.10.35 સુધી ATC સાથે વિમાનનો સંપર્ક ચાલુ હતો,પછી સંપર્ક કપાઈ ગયો હતો.
આ વિમાને પોખરાથી જોમસોમ જવા માટે ઉડાન ભરી હતી.પછી એર ટ્રાફિક કંટ્રોલથી આ વિમાનનો સંપર્ક કપાઈ ગયો હતો.હવે સમાચાર મળ્યાં છે કે, જોમસોમ પાસે એક વિસ્તારમાં આગની જ્વાળાઓ જોવા મળી છે.જોમસોમ એરપોર્ટ ઓથોરિટીને મોટા ધડાકાનો અવાજ સંભળાયો હતો.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29