Sat,20 April 2024,11:09 am
Print
header

ઉત્તર પ્રદેશના આઝમગઢમાં એરક્રાફ્ટ થયું ક્રેશ, પાયલટનું મોત

લખનઉ: ઉત્તરપ્રદેશના આઝમગઢ (Azamgarh) જિલ્લામાં ખરાબ હવામાનના કારણે ચાર્ટડ એરક્રાફ્ટ (Aircraft) ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એક ટ્રેની પાયલટનું મોત થયું છે. ક્રેશ થવાના કારણે એરક્રાફ્ટના નાના-નાના ટુકડા થયા હતા. તેનો કાટમાળ ઘણા ખેતરોમાં ફેલાઈ ગયો હતો. પાયલટનો મૃતદેહ એરક્રાફ્ટના કાટમાળથી આશરે 300 મીટર દૂર મળી આવ્યો હતો.

ખરાબ હવામાન વચ્ચે આકાશમાં એરક્રાફ્ટ (Aircraft)અનિયંત્રિત થતું જોવા મળ્યું અને જોત જોતામાં તો ખેતરમાં જઈને પડ્યું. આ અકસ્માતમાં પાયલટ (pilot)કોર્ણાક સરનનું મોત થયું. એરક્રાફ્ટ ક્રેશ થવાનો અવાજ સાંભળી ગામના લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. સૂચના મળ્યા બાદ પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આ વિમાને રાયબરેલીના ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાણ અકાદમીથી સવારે ઉડાણ ભરી હતી. 11 વાગ્યા સુધી વારાણસીના લાલ બહાદૂર શાસ્ત્રી અંતરારાષ્ટ્રીય હવાઈ એરપોર્ટની રડાર પરહ હતું, ત્યારબાદ સંપર્ક તૂટી ગયો હતો.

એરક્રાફ્ટને મઉ જનપથ જઈને પાછા ફરવાનું હતું. પરંતુ આઝમગઢમાં પડી રહેલા વરસાદ અને ખરાબ હવામાનના કારણે ઈક્કા લિંક કંટ્રોલ સેન્ટરથી સંપર્ક તૂટી ગયો. એરક્રાફ્ટ અનિયંત્રિત થઈને ખેતરમાં જઈ પડ્યું. જેમાં સવાર પાયલટ કોર્ણાક સરનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

એસપી સુધીર કુમાર સિંહ સાથે અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. આ ઘટના અંગે વારાણસી એરપોર્ટ અને રાયબરેલી ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાણ અકાદમને જાણકારી આપવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch