Sat,20 April 2024,2:05 am
Print
header

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગી પર ઉર્જામંત્રીએ કહી આ વાત, No સ્ટોકના લાગ્યા છે પાટીયા- Gujarat Post

(પેટ્રોલ પંપ પર લાગેલું બોર્ડ)

અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ઈંધણનું સંકટ

પેટ્રોલ-ડીઝલ ભરાવવા લોકોએ વાહનોની લગાવી લાઇનો 

ઓઈલ કંપનીઓ ઓછો પુરવઠો આપતી હોવાનો પેટ્રોલપંપ સંચાલકોનો દાવો

અમદાવાદઃ દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઇ છે, રાજ્યના ઘણા શહેરોમાં પેટ્રોલ પંપ પર નો સ્ટોક ના બોર્ડ લાગી ગયા છે. થોડા સમય પહેલા વાયરલ થયેલા મેસેજને કારણે પેટ્રોલ પંપ પર લોકોએ ઘસારો કરીને વાહનોની પેટ્રોલ-ડીઝલની ટાંકી ફુલ કરાવી દીધી હતી.જે બાદ રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલની અછત નહીં હોવાનું નિવેદન આપ્યું હતું. પરંતુ હવે પેટ્રોલપંપ સંચાલકોનો દાવો છે કે ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલનો પુરવઠો ઓછો કરી નાંખતા ખાસ કરીને ડીઝલનું સંકટ ઉભુ થયું છે.

પેટ્રોલ-ડીઝલની અછત હોવાની વાત વચ્ચે સાબરકાંઠામાં પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે. હિંમતનગરના ગઢોડા ખાતેના પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને ડીઝલ લેવા પહોંચ્યા હતા. પરંતુ બધાને ઓછું ડીઝલ મળી રહ્યું છે. પેટ્રોલિયમ ડીલર્સનું કહેવું છે કે ડિમાન્ડની સામે માંડ 40 ટકા જેટલા પેટ્રોલ ડીઝલ સપ્લાય થઈ રહ્યાં હોવાથી આ સ્થિતિ ઉભી થઇ છે.પેટ્રોલ ન હોવાને કારણે ટુ વ્હીલર ચાલકોને આમથી તેમ ધક્કા ખાવા પડી રહ્યાં છે, તેવી જ રીતે ડીઝલ વાહનો ધરાવતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પેટ્રોલ ઉપલબ્ધ છે તે પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે.

ઘણા પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે તેવામાં રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઇ દેસાઇનું કહેવું છે કે લોકો અફવાઓ પર ધ્યાન ન આપે. જ્યારે વીજળીની કટોકટી હતી, ત્યારે પણ આવી જ અફવાઓ ઉડી હતી. જેથી પેટ્રોલ-ડીઝલના અંગે પણ સરકાર વ્યવસ્થા કરી રહી છે. તેમને લોકોને અપીલ કરી છે કે જરૂરિયાત હોય એટલું જ પેટ્રોલ-ડીઝલ ખરીદવું જોઇએ અને ટૂંક સમયમાં જ સ્થિતી પહેલા જેવી થઇ જશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch