Fri,26 April 2024,3:53 am
Print
header

પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલ પ્રતિ લિટર 30 રૂપિયા સુધી થયું મોંઘુ, પૂર્વ પીએમ ઈમરાને ભારતની કરી પ્રશંસા- Gujarat Psot

(file photo)

  • પાકિસ્તાનમાં આજથી પેટ્રોલ-ડીઝલ 30 રૂપિયા પ્રતિ લિટર થયું મોંઘું
  •  IMF સાથે પાકિસ્તાનની વાતચીત નિષ્ફળ ગયા બાદ લેવામાં આવ્યો નિર્ણય

કરાચીઃ ગુરુવારે રાત્રે 12 વાગ્યાના ટકોરે જ પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલ 30 રૂપિયા પ્રતિ લિટર સુધી મોંઘુ થઈ ગયું છે.અહીં એક લિટર પેટ્રોલ 179.86 રૂપિયામાં વેચાઇ રહ્યું છે.

પાકિસ્તાનમાં મોંઘવારીને કારણે અત્યારથી હાહાકાર મચી ગયો છે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયા બાદ રોજીંદી જીવન જરૂરી વસ્તુઓના ભાવ પર મોટી અસર પડી શકે છે. IMF સાથે પાકિસ્તાનની વાતચીત નિષ્ફળ ગયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.પાકિસ્તાનના નાણામંત્રી ઇસ્માલે ટ્વિટ કરીને જણાવ્યું કે સરકારે 27 મેથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને લાઇટ ડીઝલની કિંમતોમાં 30 રૂપિયા સુધીનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

પાકિસ્તાનમાં નવા ભાવ (પ્રતિ લિટર)

  • પેટ્રોલ રૂ. 179.86
  • ડીઝલ રૂ. 174.15
  • કેરોસીન રૂ.155.56

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને વર્તમાન સરકાર પર હુમલો કર્યો છે.ઇમરાને ભારતના વખાણ કરતાં ટ્વિટર પર લખ્યું પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ 30 રૂપિયાના વધારા સાથે વિદેશી બોસની સામે આયાતી સરકારને વશમાં કરવાની કિંમત દેશ ચૂકવી રહ્યો છે. ઇતિહાસમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો ભાવ વધારો છે. રશિયા પાસેથી 30 ટકા સસ્તા તેલને લઇને અમારી સરકારે સોદો આગળ વધાર્યો નથી, અમેરિકાનો વ્યૂહાત્મક સાથી ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને ઇંધણના ભાવમાં ઘટાડો કરવામાં સફળ રહ્યું છે અને બીજી તરફ પાકિસ્તાનની જનતા હેરાન પરેશાન થઇ રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch