Tue,17 June 2025,9:36 am
Print
header

ઓસ્ટ્રિયાની એક સ્કૂલમાં ફાયરિંગમાં 11 વિદ્યાર્થીઓનાં મોત, અનેક ઘાયલ

  • Published By Mahesh patel
  • 2025-06-10 16:48:11
  • /

ઓસ્ટ્રિયાઃ ગ્રાઝની એક સ્કૂલમાં ફાયરિંગ થતા હડકંપ મચી ગયો હતો, આ ફાયરિંગમાં 11 વિદ્યાર્થીઓનાં મોત થઇ ગયા છે, કેટલાક લોકો ઘાયલ છે.ઑસ્ટ્રિયન મીડિયા ORF એ સ્થાનિક પોલીસને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ગંભીર રીતે ઘાયલોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સમાવેશ થાય છે. 

મૃતકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓનો સમાવેશ 

વાલીઓ પહોંચ્યાં સ્કૂલમાં, પોલીસ કાફલો તૈનાત 

શંકાસ્પદ આરોપી વિદ્યાર્થી હતો અને તેને આ હત્યાકાંડ કરીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે, તેને પોતે જ ગોળી મારી હતી, તેને કેમ ફાયરિંગ કર્યું હતુ તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. 

સ્કૂલના બિલ્ડીંગમાં પોલીસની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર અને વાલીઓ દ્વારા આ બનાવ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનો પણ સ્કૂલમાં પહોંચ્યાં છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch