Wed,24 April 2024,12:25 am
Print
header

જાસૂસીકાંડ, મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં કહ્યું, લીક ડેટાને જાસૂસી સાથે કોઈ લેવાદેવા નહીં

નવી દિલ્હીઃ સંસદમાં આજે ફોન ટેપિંગ વિવાદ મામલો ચર્ચામાં રહ્યો હતો. વિપક્ષના નેતાઓએ તેના પર સવાલો ઉઠાવ્યો હતો, હવે લોકસભામાં કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે ફોન ટેપિંગથી જાસૂસીનો આરોપ ખોટો ગણાવ્યો છે. સંચાર મંત્રીએ કહ્યું કે, તેના તથ્ય ગેરમાર્ગે દોરનારા છે આ વાતોમાં કોઈ દમ નથી.

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ડેટાથી સર્વિલાંસ થયું હોવાનું સાબિત થતું નથી. લીક થયેલા ડેટાને જાસૂસી સાથે કોઈ લેવા દેવા નથી. ફોન ટેપિંગને લઈ સરકારના પ્રોટોકોલ ખૂબ કડક છે ડેટાથી સાબિત થતું નથી કે સર્વિલાંસ કરવામાં આવ્યું છે.

લોકસભામાં આ મુદ્દે જવાબ આપતા સંચાર મંત્રીએ રિપોર્ટ પર શંકા વ્યક્ત કરી છે. વિપક્ષના હોબાળા વચ્ચે વૈષ્ણવે કહ્યું કે, રવિવારે રાત્રે એક વેબ પોર્ટલ પર ખુબ સનસનીખેજ સ્ટોરી ચાલી. આ સ્ટોરીમાં મોટા-મોટા આરોપ લગાવવામાં આવ્યાં. સંસદના સત્રના એક દિવસ પહેલા આ પ્રેસ રિપોર્ટ સામે આવ્યો છે આ સંયોગ ન હોઈ શકે.

આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો કે Pegasus સોફ્ટવેરના ઉપયોગથી ભારતમાં અનેક પત્રકારો, નેતાઓ, જજો અને અન્ય લોકોના ફોન હેક કરવામાં આવ્યાં છે. આ ખુલાસા બાદ રાજકીય માહોલ ગરમ છે કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ દ્વારા લોકસભા અને રાજ્યસભામાં આ મુદ્દે ચર્ચાની માંગ કરવામાં આવી છે.

દુનિયાભરના 17 મીડિયા સંસ્થાનોના કંસોર્ટિયમે દાવો કર્યો છે કે વિભિન્ન સરકારો પોતાના ત્યાં પત્રકારો અને એક્ટિવિસ્ટ્સની જાસૂસી કરાવી રહી છે રવિવારે પબ્લિશ થયેલા રિપોર્ટ મુજબ ભારત સહિત અનેક દેશોમાં લગભગ 180 પત્રકારો, માનવાધિકાર કાર્યકરો, એક્ટિવિસ્ટ્સની જાસૂસી કરાવવામાં આવી. આ માટે ઈઝરાયેલી કંપની એનએસઓ ગ્રુપના હેકિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરાયો. રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરાઈ છે કે ભારતના 2 કેન્દ્રીય મંત્રીઓ, 40 થી વધુ પત્રકારો, વિપક્ષના 3 નેતાઓ અને એક ન્યાયાધીશ સહિત મોટી સંખ્યામાં ઊદ્યોગપતિઓ અને માનવાધિકાર કાર્યકરોના 300થી વધુ મોબાઈલ નંબરોને હેક કરાયા હતા અને તેમની જાસૂસી કરાઇ હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch