Fri,19 April 2024,4:20 am
Print
header

Paytm ના કેવાયસીના નામે છેતરપિંડી કરનારી ઝારખંડની ગેંગ અંતે ઝબ્બે

અમદાવાદના વેપારીના કેવાયસીના નામે રુપિયા 11 લાખ ઓનલાઇન પડાવી લીધા હતા

અમદાવાદઃ અમદાવાદમાં રહેતા ધવલ નાણાવટીને ગત 18મી મેના રોજ અજાણ્યા નબંર પરથી કોલ આવ્યો હતો કે તમારા પેટીએમ (paytm)નું કેવાયસી (KYC) એક્સપાયર થઇ ગયુ છે અને 24 કલાકમાં તમારી સર્વિસ બંધ થઇ જશે. માટે કોલ કરીને કેવાયસી અપડેટ કરાવી લો.જેથી  ધવલ નાણાવટીએ તાત્કાલિક મેસેજ પર લખેલા નંબર પર કોલ કર્યો ત્યારે દીપક શર્મા નામના વ્યક્તિએ પોતે પેટીએમ સર્વિસમાં નોકરી કરતો હોવાનું જણાવીને પેટીએમ કેવાયસી પેન્ડીંગ છે. જે અપડેટ કરાવવા માટે ક્રેડીટ કાર્ડ (Credit card)ની વિગતો માંગી પીન સબમીટ કરાવ્યો હતો અને  ત્યાર બાદ ધવલ નાણાવટીને ખબર પડી હતી કે તેના કાર્ડમાંથી રુપિયા 10.95 લાખના ટ્રાન્ઝેક્શન થઇ ચુક્યા હતા, જે અંગે સાઇબર ક્રાઇમ (Cyber Crime)માં  આઇપીસીની કલમ 406, 418, 420 આઇટી એક્ટની કલમ 66 સી મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી . 

તપાસમાં પોલીસે કોલ ટ્રેક કરતા તે ઝારખંડ (jharkhand)ના જામતારાનું લોકેશન મળી આવ્યુ હતુ. જેના આધારે પોલીસે ટીમ બનાવી ત્યાં તપાસ કરતા શીવકુમાર ગાંડેય, ગૌસુલવરા અંસારી, મણીનગર અને માસ્ટર માઇન્ડ અજય મંડલ ને તેના સાગરિત કુંદનકુમાર મંડલની પુછપરછમાં કરવામા આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ માસ્ટર માઇન્ડ અજય મંડલ અને ગોવિંદ મંડલ તેમની નીચે કામ કરતા માણસો પાસે બ્લક મેસેજ બ્લાસ્ટ કરાવતા હતા.તેમાંથી કોલ કરનારને કેવાયસીના નામે કાર્ડની વિગતો જાણીને નાણાંને ઓનલાઇન એમેઝોન(Amazon)માં ગીફ્ટ વાઉચરમાં ખરીદી કરીને તે વાઉચરને પ્રોસેસ કરવા માટે અજય મંડલ શીવમને ગીફ્ટ વાઉચર મોકલી આપતો હતો અને શીવમ પોતે પાંચ ટકા કમિશન રાખીને વાઉચરને રોકડમાં ફેરવીને નાણાં એકાઉન્ટમાં આપી દેતો હતો. આમ, આ ગેંગ દ્વારા પધ્ધતિસરની છેતરપિંડી આચરવામાં આવતી હતી. પોલીસને હાલ પચાસ બેંક એકાઉન્ટ અને  મની વોલેટની માહિતી મળી છે. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch