Thu,25 April 2024,10:19 am
Print
header

પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને C. A નું નરાધમ કૃત્ય, LLBની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરીને ફોટો કર્યાં વાઇરલ

નરાધમે કહ્યું એક ઇન્વેસ્ટર છે, તેને ખુશ કરી દે

વડોદરાઃ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે દુષ્કર્મ આચરીને યુવતીના ફોટો વાઇરલ કરવાની ફરિયાદ નોંધાઇ છે, ઓફિસમાં નોકરી કરતી યુવતીને વડોદરાના વાસણા રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં મીટિંગ કરવા લઇ જઇને કેફી પીણું પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે બંનેએ જમીનમાં 50 ટકા ભાગ આપવાની અને કંપનીમાં સીઇઓ  બનાવવાની લાલચ આપીને ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી. જો કે હવે પોલીસે ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરી છે.

ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે દિવાળીપુરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી શહેરની ખાનગી યુનવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ કરે છે અને તે મૂળ હરિયાણાના રોહતકની વતની છે. યુવતીનો પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ થતાં તાલીમ અર્થે ચકલી સર્કલ સ્થિત એક કંપની ખાતે લેન્ડ લો ટ્રેનીંગ પ્રોજેક્ટમાં 5 મહિનાથી કામ શરૂ કર્યું હતુ. 

કંપનીના માલિક C.A અશોકે એક મહિના પહેલા ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ સાથે મીટિંગ કરવાની કહીને યુવતીને પોતાની કારમાં વાસણા રોડ પર ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો.જ્યાં પહેલાથી હાજર રાજુ ભટ્ટ સાથે યુવતી અને અશોક જૈને મીટિંગ કરી હતી. અશોક જૈન રસોડામાં ગયો હતો, બાદમાં નશાયુક્ત પીણુ લાવીને યુવતીને પીવડાવી દીધું હતું. યુવતીએ બૂમો પાડતા અશોક જૈને તેને ઘરે રવાના કરી દીધી હતી. આ ઘટનાના પાંચ દિવસ બાદ અશોક જૈને યુવતીને ફોન કરીને એક ડીલ કરવાની છે કહીને તાત્કાલિક ઓફિસે બોલાવી હતી. અશોકે કહ્યું કે જે કંઈ પણ થયું છે તે ભૂલી જા અને સહારા ઇન્ડસ્ટ્રીઝની જે ડીલ છે તેમાં જે કંઈ પણ ફાયદો થશે તેમાં તને 50 ટકા ભાગ આપીશું, રિયલ એસ્ટેટની કંપની ચાલુ કરવાની છે. તેમાં CEOની પોસ્ટ આપવાની લાલચ આપી ફરિયાદ ન કરવા જણાવ્યું હતું.

ત્રણ દિવસ પછી અશોકે યુવતીના ઘરે જઇને મારામારી કરીને જબરદસ્તી શારીરક સંબંધ બાંધ્યો હતો. યુવતીને પોતાની હવસનો શિકાર કર્યાં બાદ અશોકે ઇન્વેસ્ટર રાજુ સાથે પણ સંબંધ બાંધી તેને ખુશ કરી દે તેમ જણાવી ત્યાંથી જતો રહ્યો હતો.બીજા દિવસે ઇન્વેસ્ટર રાજુ યુવતીના ઘરે પહોંચ્યો હતો યુવતીને માર મારી તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. જેનું રાજુએ રેકોર્ડિંગ કરી વાઇરલ કરી બદનામ કરી નાખવાની ધમકી આપી હતી.અશોકે પોતાના મોબાઈલમાં રહેલ અશોક અને રાજુ સાથેના યુવતીના બીભત્સ ફોટો બતાવીને જો હું કહું છું તેમ નહીં કરે તો આ ફોટો અને વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી.

બાદમાં યુવતીના બિભત્સ ફોટો યુવતીની મિત્રને મોકલતા પીડિતાએ ગોત્રી પોલીસ મથકમાં કંપનીના મલિક અશોક જૈન અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કાર, મારઝૂડ અને ધાક ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch