Sat,20 April 2024,9:32 am
Print
header

મોટી વિમાન દુર્ઘટના ટળી, પટના એરપોર્ટ પરથી ઉડાણ ભરતી વખતે ફ્લાઈટમાં લાગી હતી આગ- Gujarat Post

- વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત 

- વિમાનમાં 185 મુસાફરો હતા સવાર 

બિહારઃ પટના એરપોર્ટ પરથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. પેસેન્જર પ્લેન ટેકઓફ થયા બાદ તેમાં આગ લાગી હતી. સ્પાઈસ જેટનું પ્લેન પટનાથી દિલ્હી જતું હતું ત્યારે તેની એક પાંખમાં આગ લાગી હતી. પટના ડીએમએ જણાવ્યું કે વિમાનમાં 185 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરો સુરક્ષિત છે. સ્થાનિક લોકોએ આ ઘટના અંગે જિલ્લા પ્રશાસનને જાણ કરી હતી. જે બાદ પ્રશાસને એરપોર્ટ અધિકારીઓને એલર્ટ કરી દીધા હતા અને મોટી વિમાન દુર્ઘટના ટળી હતી.

પક્ષીની ટક્કરથી આગની ઘટના બની હતી. લોકોએ પ્લેનના નીચેના ભાગમાં આગ જોઇ અને જોરદાર અવાજ આવ્યો હતો, લોકોએ તે પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોઇને જિલ્લા પ્રશાસનને જાણ કરી હતી. ઘટનાની જાણકારી મળતા જ એરપોર્ટ પ્રશાસન અને તેની સાથે જોડાયેલા તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના જણાવ્યાં અનુસાર, દિલ્હી જતી સ્પાઈસજેટની ફ્લાઈટ પક્ષી સાથે અથડાયા બાદ અને હવામાં એન્જિન બંધ થયા બાદ પટના પરત ફરી હતી. 

મુસાફરોએ જણાવ્યું કે પ્લેન ટેકઓફ કરી રહ્યું હતું ત્યારે સામાન્ય વિમાનના અવાજ કરતા બદલાયેલો અવાજ હતો.લાગતું હતું કે પ્લેનમાં કોઈ સમસ્યા છે. બાદમાં વિમાનને તાત્કાલિક રન વે પર ઉતારી દેવામાં આવ્યું હતુ, જેથી દુર્ઘટના ટળી જતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ માહિતી મળતા જ અનેક મુસાફરોના પરિવારજનો અહીં પહોંચી ગયા હતા. પાયલોટની સુઝબૂઝને કારણે આજે અનેક લોકોના જીવ બચી ગયા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch