Tue,16 April 2024,3:30 pm
Print
header

પાટીદારોને OBC માં સમાવવાને બદલે સરકાર અલગ વ્યવસ્થા કરેઃ કેન્દ્રીય મંત્રી અઠાવલે

અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પાટીદારોને અનામત મળવા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કહ્યું  કે પાટીદારો, મરાઠા અને જાટ સમુદાયના લોકોનો OBCમાં સમાવેશ ન કરવો જોઇએ. ઓબીસીમાં સમાવવાને બદલે સરકારે અલગ જ વ્યવસ્થા કરવી જોઇએ. દલિતોને અધિકાર નથી મળતો તે માત્ર ગુજરાત નહીં દેશનો વિષય છે. સફાઇ કામદારોને ન્યાય અપાવવાની પોલિસી અમારી છે. અમે બધાને ન્યાય આપવાની કામગીરી કરી રહ્યાં છીએ. રામદાસ અઠાવલે દલિતો મુદ્દે પણ નિવેદન આપતા કહ્યું કે કેટલાક લોકોને દલિત સારા કપડાં પહેરે કે ઘોડા પર બેસે તે સારું લાગતું નથી. 

કેન્દ્રિય મંત્રી રામદાસ અઠાવલે હાલ ગુજરાતની મુલાકાતે છે, તેમણે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે કે 2024માં ભાજપ 350 થી વધુ બેઠકો જીતશે અને મોદી સરકારના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે, નરેન્દ્ર મોદી સરકારે 7 વર્ષમાં અનેક મહત્વના કામ કર્યાં છે. મોદી સરકારમાં 100 ટકા નાણાં લાભાર્થીઓને પહોંચડવાનું સપનું છે. મોદી સરકારની વેક્સિનેશનની કામગીરીને પણ વખાણી છે. નોંધનિય છે કે હાલમાં જ મોદી સરકારે અન્ય જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવવા મુદ્દે રાજ્યોને સત્તા આપી છે જેમાં સર્વે કરીને સરકારે કોઇ પણ જ્ઞાતિને ઓબીસીમાં મુકી શકશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch