Fri,28 March 2025,1:05 am
Print
header

પાટીદાર અનામત આંદોલન રાજદ્રોહ કેસમાં સૌથી મોટા સમાચાર, હાર્દિક, ચિરાગ પટેલ, બાંભણિયા સહિતના લોકો પરના કેસ પાછા ખેંચ્યાં

(ફાઇલ ફોટો)

ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન વખતે સરકારે અનેક પાટીદાર આગેવાનો પર રાજદ્ગોહના કેસ કર્યાં હતા, જેમાં હવે સૌથી મોટો સમાચાર સામે આવ્યાં છે, સરકારે હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા સહિતના આગેવાનો પર જે રાજદ્રોહના કેસ હતા, તે સરકારે પરત ખેંચી લીધા છે. જેમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે સરકારનો આભાર માન્યો છે, જો કે હજુ પણ અનેક આંદોલનકારીઓ પર કેસો ચાલી રહ્યાં છે, આ માત્ર આગેવાનોને રાહત આપવામાં આવી છે.

બીજી તરફ એસપીજીના નેતા લાલજી પટેલે સરકાર સમક્ષ માંગ કરી છે કે અન્ય પાટીદાર યુવાનો પર થયેલા પોલીસ કેસ પણ પાછા ખેંચવામાં આવે.

7 જુલાઇ 2015 ના દિવસે પાટીદારોને અનામત મળે તે માટે ઉગ્ર આંદોલન કરાયું હતુ, જેમાં અમદાવાદ, સુરત, મહેસાણા સહિતના ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સરકાર સામે રોષ દેખાયો હતો, આ આંદોલનમા પાટીદાર સમાજના 14 યુવાનોના મોત થયા હતા, તે વખતે ભાજપ સરકારે અનેક નેતાઓને જેલમાં પુરી દીધા હતા અને રાજદ્રોહના કેસ કર્યાં હતા, જો કે હવે વર્ષો પછી આ કેસ પાછા ખેંચવામાં આવ્યાં છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch