પાટણઃ જિલ્લાના સરહદી વિસ્તારમાં SOG પોલીસે 10 પાસ નકલી ડોક્ટરની ધરપકડ કરી છે. એક નાનકડા ગામમાં આઈસીયુવાળી હોસ્પિટલ ખોલી હતી. આ હોસ્પિટલ ગામમાં 700 ઘરોના વિસ્તારમાં આવેલી છે. પોલીસને આ કૌભાંડની જાણ ત્યારે થઈ જ્યારે SOGને બાતમી મળતાં ગામમાં દરોડા પાડીને હોસ્પિટલમાં ચાલી રહેલા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામમાં સુરેશ ઠાકોર નામના વ્યક્તિએ ઘરની ઉપર આઈસીયુ હોસ્પિટલ બનાવી હતી. તેને છેલ્લા 10 વર્ષથી નકલી ડોક્ટર બનીને અનેક લોકોની સારવાર કરી હતી. આ હોસ્પિટલમાં નકલી આઈસીયુ હતું, જેમાં સારવારના નામે દર્દીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી.
પોલીસે બાતમીને આધારે દરોડા પાડતાં ત્યાંથી 13 લાખ રૂપિયાથી વધુની કિંમતની એલોપેથિક દવાઓ જપ્ત કરી હતી.પોલીસે સુરેશ ઠાકોર નામના નકલી ડોક્ટરની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે કોર્ટમાંથી ડોક્ટરના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.
પોલીસના જણાવ્યાં અનુસાર હોસ્પિટલના બોર્ડમાં અન્ય ડોકટરોના નામ પણ લખવામાં આવ્યાં છે, જેની ભૂમિકા તપાસવામાં આવશે. પોલીસ તપાસી રહી છે કે હોસ્પિટલમાં કોઈ દર્દીનું મોત થયું છે કે કેમ અને આ સિવાય અન્ય ડોક્ટરોની મિલીભગતની પણ તપાસ કરવામાં આવશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ગુજરાતમાં નકલીની બોલબાલા, કડંકટરે નકલી ટિકિટ ઈશ્યુ કરી - Gujarat Post | 2024-12-09 12:10:26
રાજ્યમાં અકસ્માતનો સિલસિલોઃ જૂનાગઢ બાદ અંકલેશ્વરમાં બે બસની ટક્કર, 15 ઘાયલ - Gujarat Post | 2024-12-09 11:44:56
BZ ગ્રુપના સીઈઓ ઝાલાને જામીન મળશે કે નહીં? - Gujarat Post | 2024-12-09 11:26:27
માળિયા હાટીના પાસે 2 કાર વચ્ચે અકસ્માત થતા ફાટ્યો ગેસનો બાટલો, 7 લોકોના મોત | 2024-12-09 10:20:10
ડીપીએસ, જીડી ગોએન્કા સહિત દિલ્હીની 40 શાળાઓને ધમકીભર્યા ઈમેલ આવ્યા, 30 હજાર ડોલરની માંગણી | 2024-12-09 09:22:10
ગાંધીનગર પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા 2 લોકોનાં મોત, પતરાં ચીરી લાશો બહાર કાઢી | 2024-12-08 09:57:39
સીરિયામાં હાહાકાર, રાષ્ટ્રપતિ અશદે ભાગવું પડ્યું, બળવાખોરોએ અનેક જગ્યાઓ પર કરી લીધો કબ્જો | 2024-12-08 11:44:47
અમદાવાદ અને મુંબઈ સહિત 7 સ્થળોએ ઇડીના દરોડા, રૂપિયા 13.50 કરોડની રકમ જપ્ત | 2024-12-08 10:38:19
પુષ્પા- 2 એ એડવાન્સ બુકિંગમાં મચાવ્યો હાહાકાર, રિલીઝ પહેલા આટલી કમાણી, જાણીને તમે ચોંકી જશો | 2024-12-04 10:53:32
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન બે જૂથોમાં જોરદાર અથડામણ, 100 થી વધુ લોકોનાં મોત | 2024-12-03 08:50:53
તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી, ભૂસ્ખલનમાં બાળક સહિત 7 લોકો દટાયા | 2024-12-02 09:11:30
ગીર સોમનાથમાં ગેરકાયદેસર દારૂનો નાશ કરવાનો હતો તે જથ્થામાંથી ASIએ જ દારૂની બોટલો ચોરી લીધી | 2024-12-06 09:48:06
ગુજરાતમાં હવે નકલી ઇડીના અધિકારીઓ, કચ્છમાં લાખો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ ચલાવી | 2024-12-06 09:34:59