પાટણ: હારીજના ભલાણા ગામ પાસે કેનાલમાં ઝંપલાવીને બે બહેનપણીઓએ આપઘાત કરી લીધો છે ઘરેથી ખરીદી કરવા જવાનું કહીને બપોરથી નીકળેલી આ બે બહેનપણીઓ મોડી સાંજ સુધી પાછી ઘરે ન આવતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. બાદમાં બંનેએ આત્મહત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ અંગે હારીજ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને સીઆરપીસી 174 મુજબ કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
શંખેશ્વર તાલુકાના સિપર ગામના જાદવ પરિવારની પુત્રી સ્નેહલ નનુભાઈ જાદવ (ઉ.વ 21) અને મુબારકપુરા ગામે રહેતી તેની બહેનપણી જયશ્રી ગગજીભાઈ સિંધવ (ઉ.વ 23) શંખેશ્વર ખાતે ખરીદી કરવા જવાનું કહીને ઘરથી ગયા હતા બાદમાં બંને સહેલીઓએ કોઈ અગમ્ય કારણોસર હારીજના ભલાણા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવીને આપઘાત કરી લીધો છે આ બનાવને પગલે બંનેના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. આત્મહત્યાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી પોલીસ તેમના પરિવારજનોની પૂછપરછ કરીને આ કેસની વધુ તપાસ કરી રહી છે એક સાથે બે યુવતીઓની આત્મહત્યાથી તેમના પરિવારજનોમાં અને તેમના ગામમાં શોકનો માહલો છવાઇ ગયો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45