Sat,20 April 2024,11:50 am
Print
header

જાણો, પરવળના ફાયદા અને ગેરફાયદા- Gujarat Post

તમે ઘણી શાકભાજીના નામ સાંભળ્યાં હશે અને તેનો સ્વાદ પણ લીધો હશે.તેમાંથી એક પરવળ છે. આ શાક દેખાવમાં નાનું છે, પરંતુ તેના સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા છે. 
પરવળનું વૈજ્ઞાનિક નામ ટ્રાઇકોસેન્થેસ ડાયોઇકા રોક્સબ છે. પરવળમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે. પરવળના ઔષધીય ગુણધર્મોમાં એન્ટિહાઇપર ગ્લાયકેમિક, એન્ટિહાઇપર લિપિડેમિક, એન્ટિટ્યૂમર, બળતરા વિરોધી અને ઝાડાના લક્ષણોમાં રાહત આપે છે.તમામ ગુણધર્મો સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક હોઈ શકે છે, ઘણા રોગોના લક્ષણોને પણ ઘટાડી શકે છે.

પરવળના ફાયદા 

1. લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડે છે

ડાયાબિટીસની સમસ્યાવાળા લોકો માટે પરવળનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરવળમાં એન્ટિહાઇપરગ્લાયકેમિક ગુણધર્મો છે. આ ગુણધર્મ લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડવામાં ફાયદાકારક હોઈ શકે છે. પરવળનો ઉપયોગ ડાયાબિટીસને રોકવામાં મદદરૂપ થઈ શકે છે.

2. પાચન તંત્ર માટે પરવળના ફાયદા

ઔષધિય ગુણોથી ભરપૂર પરવળનું સેવન ભૂખ અને પાચનતંત્રને સુધારવા માટે કામ કરી શકે છે. આ સાથે, તેમાં અલ્સર વિરોધી અસર પણ જોવા મળે છે, જે પેટને અલ્સરથી દૂર રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. પરવળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, તે સિવાય તેમાં હાજર બીજનું સેવન કબજિયાતમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેના કયા ગુણો પાચન તંત્ર માટે ફાયદાકારક છે.

3. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે

પરવળનું સેવન કોલેસ્ટ્રોલની સમસ્યાને અમુક હદ સુધી દૂર કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરવળનો અર્ક કોલેસ્ટ્રોલની સમસ્યાને ઓછી કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.આ અર્ક કુલ કોલેસ્ટ્રોલ, LDL (ખરાબ કોલેસ્ટ્રોલ) અને ટ્રિગ્લિસરાઈડ (લોહીમાં ચરબી)ના સ્તરને ઘટાડી શકે છે, HDL (સારા કોલેસ્ટ્રોલ) ના સ્તરને વધારવામાં ફાયદાકારક છે.

મદ્યપાનની સમસ્યાને દૂર કરો

મદ્યપાન એ દારૂનું વ્યસન છે, જેને કારણે અનેક પ્રકારની માનસિક અથવા શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. પરવળ આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે. પરવળના પાન અને ફળોનો ઉપયોગ મદ્યપાનની સમસ્યાને ઘટાડી શકે છે. 

6. રક્ત શુદ્ધિકરણ કરે

પરવળ લોહીને શુદ્ધ કરવામાં અને તેનાથી સંબંધિત ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરી શકે છે. તેમાં રક્ત શુદ્ધિકરણ ગુણધર્મો છે, જે લોહીને શુદ્ધ કરવામાં મદદ કરી શકે છે,ઘણા પ્રકારના ગંભીર રોગો સામે રક્ષણ પણ આપી શકે છે. શરીરને અનેક ગંભીર બીમારીઓથી મુક્ત રાખવા માટે લોહીનું શુદ્ધિકરણ જરૂરી છે.

પરવળના ગેરફાયદા 

જે લોકોને લો સુગરની સમસ્યા હોય તેમના માટે પરવળનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેની એન્ટિહાઇપરગ્લાયકેમિક લોહીમાં હાજર ખાંડના સ્તરને ઘટાડી શકે છે. ઘણા લોકોની ત્વચા સંવેદનશીલ હોય છે અને તેઓ પરવળની એલર્જી થવાનો ખતરો હોય છે. જે લોકોએ સાચવવું પણ જોઇએ.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીની કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar