Fri,19 April 2024,3:15 am
Print
header

ગુજરાતની રાહે તાલિબાન ! પરેશ ધાનાણીના ટ્વીટથી રાજકીય ગરમાવો

અમદાવાદઃ અફઘાનિસ્તાનમાં બે દાયકા બાદ સત્તામાં આવેલી તાલિબાન સરકાર તેની ક્રૂરતા માટે ચર્ચામાં છે. દરમિયાન ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એક ટ્વીટ કર્યુ છે. જેને લઇ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ધાનાણીએ ટ્વીટ કરીને લખ્યું, ગુજરાતની રાહે તાલિબાન, અંગ્રેજોના શાસનમાં પણ આંદોલનનો અધિકાર સંપૂર્ણ અબાધિત હતો. ગુજરાતના "આધુનિક તાલિબાનો"એ તો 20 વર્ષ પહેલા જ આંદોલન પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. શું હવે ગુજરાતની રાહ પર જ અફઘાની તાલિબાનો આગળ વધી રહ્યા છે..?

#ગુજરાત_બચાવો_અભિયાન. જ્યારે અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું "ગોઝારી ધટનાનુ દુખ"" આજ '9/11'ના ગોઝારા દિવસે અફઘાની તાલિબાનોએ અમેરિકન ઈમારત તોડી પાડી હતી પણ, હવે "આધુનિક તાલિબાનો" ભારતીય સંસ્કાર, સંસ્કૃતી અને પ્રકૃતિ ઉપર પ્રહાર કરી રહ્યાં છે.! તેમને એક રીતે ભાજપની સરખામણી તાલિબાનો સાથે કરીને પ્રહાર કર્યાં છે.

ધાનાણીના આ ટ્વીટ બાદ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ તેમનો બચાવ કર્યો છે. ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે તેમનું આ નિવેદન કોંગ્રેસની માનસિકતા દર્શાવતી હોવાનું કહ્યું છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch