Sat,20 April 2024,12:24 am
Print
header

કોરોના સમયની નિષ્ફળતાએ લીધો વિજય રૂપાણીનો ભોગ: પરેશ ધાનાણી

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. તેમણે આ અંગે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી. હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને પણ ચર્ચા તેજ થઈ છે. ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. આ બધાની વચ્ચે વિરોધીઓએ ભાજપ પર પ્રહાર શરૂ કરી દીધા છે, નેતા વિપક્ષ પરેશ ધાનાણી વિજય રુપાણીના રાજીનામા બાદ પોતાનું નિવેદન આપ્યું છે.

પરેશ ધાનાણીએ કહ્યું  ગુજરાતમાં કોરોનાના સમયની નિષ્ફળતાએ વિજય રુપાણીનો ભોગ લીધો છે. તે સમયે ગુજરાત સરકાર તાળી અને થાળીમાં વ્યસ્ત રહી હતી અને અનેક લોકોના મોત થઇ ગયા હતા.

ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે તેના પર સૌ કોઇની નજર છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, પુરુષોતમ રૂપાલા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું નામ ચર્ચામાં છે. દીવ દમણના પ્રશાસક પ્રફુલ પટેલનું નામ પણ ચર્ચામાં છે.

રૂપાણીએ કહ્યું છે કે હવે મને જે જવાબદારી મળશે તે હું નિભાવીશ, હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. તમામ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાનો ખૂબ સારો સાથ મળ્યો છે. તેમણે મંત્રી મંડળના સાથીઓ, વિધાનસભાના સાથીઓનો પણ આભાર માન્યો હતો. રૂપાણીએ પત્રકાર પરીષદમાં જણાવ્યું કે હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રી મોદીનો આભાર છું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch