Tue,26 September 2023,4:36 am
Print
header

ચંદીગઢ યુનિવર્સિટીના 60 વિદ્યાર્થીનીઓનો સ્નાન કરતો વીડિયો થયો વાયરલ, 8 યુવતીઓએ કર્યો આપઘાતનો પ્રયાસ- Gujarat Post

ચંદીગઢઃ પંજાબના મોહાલીની ચંદીગઢ યુનિવર્સિટીમાં શનિવારે મધરાતે હંગામો મચી ગયો હતો. કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ 60 જેટલી વિદ્યાર્થીનીઓનો સ્નાન કરતો વીડિયો વાયરલ કર્યો હતો.તેણે શિમલામાં રહેતા તેના મિત્રને વીડિયો મોકલ્યો હતો.તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. આ વાત સામે આવી તો 8 વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. વીડિયો મોકલનારી યુવતી અને તેને વાયરલ કરનાર તેની મિત્ર બંને હિમાચલના રહેવાસી છે. પોલીસે વીડિયો મોકલનાર વિદ્યાર્થીની અટકાયત કરી છે.

સવારે અઢી વાગ્યાની આસપાસ આ ઘટના સામે આવતા જ પોલીસ આવી પહોંચી હતી. ગુસ્સામાં વિદ્યાર્થીનીઓ પણ પોલીસ પર ગુસ્સે થયા હતા. તેઓએ પોલીસ સામે વિરોધ નોંધાવ્યો હતો અને તેમના વાહનોમાં તોડફોડ કરી હતી. હાલ કેમ્પસમાં વાતાવરણ તંગ છે.

પોલીસ વીડિયોનો હેતુ શોધવાનો પ્રયાસ કરી રહી છે

આ વિદ્યાર્થી ઘણા સમયથી વીડિયો બનાવી રહ્યો હતો. આ વીડિયો એકત્રિત કરવાનો હેતુ શું હતો ? પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે શિમલામાં રહેતા આરોપી મિત્રને પકડવા માટે પહેલેથી જ શોધખોળ શરૂ કરી દીધી છે. આ છોકરી પણ હિમાચલની જ છે અને છોકરો પણ ત્યાંથી જ છે. તો આ બંનેએ આવું શા માટે કર્યું ? આ અંગે અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

યુવતીની હાલત નાજુક, પરિવારને ફોન કરાયો

જે છોકરીઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમણે સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો જોયો હતો. આ પછી તે તમામ 8 વિદ્યાર્થીનીઓને જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યાં છે. એક વિદ્યાર્થીનીની હાલત ગંભીર છે.પોલીસે તમામના પરિવારજનોને ત્યાં બોલાવ્યાં છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ યુવતી ઘણા સમયથી વિદ્યાર્થીનીઓનો વીડિયો બનાવી રહી હતી, જે તે શિમલામાં પોતાના મિત્રને મોકલી રહી હતી. મિત્રએ હવે વીડિયો વાયરલ કર્યાં હતા. આ વાતની જાણ થતાં જ યુવતીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.યુવતીઓએ યુનિવર્સિટી મેનેજમેન્ટ પર કાર્યવાહી કરવાને બદલે આ મામલાને દબાવવાનો આરોપ લગાવ્યો છે. મોડી રાત સુધી અહીં હંગામો ચાલુ રહ્યો હતો. સાવચેતીના પગલારૂપે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch