સુરતઃ પાંડેસરામાં ગોવાલક રોડ પર રહેતા મૂળ ઝારખંડના શ્રમજીવી પરિવારની 3 વર્ષની બાળકીનું અપહરણ થતાં ચકચાર મચી છે. પિતાનો મિત્ર કપડાં અપાવવાના બહાને માસૂમ બાળકીને ઉપાડી ગયો હતો. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને બાળકીની શોધખોળ શરૂ કરી છે.પાંડેસરા-ગોવાલક રોડ પર ક્ષેત્રપાલનગર ખાતે વિજયભાઇની ચાલમાં રહેતા રાજા અબ્દુલ સલામ અન્સારી (ઉં.વ. 25) જરીકામ કરે છે. તેઓ મૂળ ઝારખંડના છે, રાજા અન્સારીના પરિવારમાં પત્ની નિકિતા, પુત્ર અક્ષય (ઉં.વ 5) અને પુત્રી નીસીતા ઉર્ફે જીમલી (ઉં.વ 3) સાથે રહે છે. ગઇ તા. 13મીએ બપોરે 11 વાગ્યે રાજા રેલવે સ્ટેશન નજીક ગીતાંજલિ ચાર રસ્તા ખાતે કામ કરવા ગયો હતો, ત્યાં કેટરિંગમાં મજૂરી કામ કરતા મિત્ર સંજય સાથે મુલાકાત થઇ હતી.
રાજા મિત્ર સંજયને પોતાના ઘરે લઇ ગયો હતો. ઘરે બપોરે સાથે જમ્યા બાદ સંજય તેઓને મોતી ટોકીઝ પાસે કપડાં અપાવવા લઇ ગયો હતો, કપડાં ખરીદીને તેઓ સાંજે ઘરે પરત ફર્યાં હતા. રાજાની પત્ની નીકીતા રસોઇ બનાવતી હતી. બંને બાળકો ઘરમાં રમતા હતા, દરમિયાન સાંજના છ વાગ્યે સંજય રાજાની ૩ વર્ષની દીકરી જીમલી અને 5 વર્ષના પુત્ર અક્ષયે ફરવા અને કપડાં અપાવવાનું કહી લઇ ગયો હતો. થોડા સમય પછી અક્ષય પરત ફર્યો હતો, સંજય અને જીમલી નહીં આવતા પરિવારજનો ચિંતાતુર થઇ ગયા હતા.
સ્થાનિક વિસ્તારમાં તપાસ કરવા વિસ્તાર ખૂંદી વળવા છતાં તેઓનો કોઇ પત્તો લાગ્યો ન હતો.સંજય જે જગ્યાએ કામ કરતો હતો તે વિસ્તારમાં પણ તપાસ કરતા કોઇ ભાળ મળી ન હતી. આખરે પરિવારજનોએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે સંજય સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પિતા રાજા પાસે બાળકીનો કોઇ ફોટો નથી તેમજ સંજયનું પુરું નામ અને એડ્રેસ પણ નથી. સંજયનો મોબાઇલ નંબર પણ ન હોવાથી પોલીસની મુશ્કેલી વધી ગઇ છે. મામલાને ગંભીરતાથી લઇને પોલીસે ચાર ટીમ બનાવી બાળકીની શોધખોળ હાથધરી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12