Fri,28 March 2025,1:13 am
Print
header

ACB નું ઓપરેશન... હજુ તો નોકરીની શરૂઆત જ છે અને આ PSI એ તોડ કરવાના ચાલુ કરી દીધા

પંચમહાલઃ હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રોબેશન પીએસઆઇ રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાયા છે, હજુ તો તેમના કરિયરની શરૂઆત જ છે અને તેમને તોડ કરવાના ચાલુ કરી દીધા છે.

પ્રોબેશનર PSI મેહુલ ભરવાડે રૂ.2.50 લાખની લાંચની માંગણી કરી હતી અને બાદમાં 1 લાખ રૂપિયા લેતા તેઓ એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.

હાલોલ ગ્રામ્ય પોલીસે ટ્રેકટર છેતરપિંડીનાં ગુનામાં આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીને વોન્ટેડ જાહેર કરીને મારઝૂડ નહીં કરવા અને મદદ કરવા આ લાંચની રકમ લેવામાં આવી હતી, આરોપી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતા.

તમારી પાસે પણ કોઇ સરકારી બાબુ લાંચની માંગણી કરે છે તો તમે પણ નજીકના એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો, ટોલ ફ્રી નંબર 1064 પર પણ તમે ફરિયાદ આપી શકો છો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch