Thu,25 April 2024,9:17 pm
Print
header

એક યુવતીને કારણે બંને મિત્રો વચ્ચે ઉભી થઇ હતી તિરાડ, એક યુવકને મળ્યું મોત તો બીજાને હવાલાત

પંચમહાલઃ હાલોલના તરખંડા ઈંટવાડીમાં બે મિત્રો વચ્ચે પ્રેમ પ્રકરણમાં દુશ્મની થઇ હતી, જેમાં એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી નાખી છે એક જ યુવતી સાથે બે મિત્રોને થયેલા પ્રેમ સંબધને લઈને એક વર્ષ અગાઉ ઝગડો થયો હતો જેની અદાવત રાખી મિત્રએ બદલો લેવા માટે મિત્રને પોતાના ગામમાં બોલાવી હત્યા કરીને બાઈક સાથે જ પોતાના ખેતરમાં આવેલા કૂવામાં ફેંકી દીધો હતો. યુવતી સાથેના પ્રેમ સંબધ બાબતે યુવક મોતને ભેટતાં તેની પત્ની અને સ્વજનોમાં શોક છવાયો છે તેઓ આરોપીને સજા કરવા માંગ કરી રહ્યાં છે.

હાલોલ ગ્રામ્ય પોલીસે 7 દિવસની ભારે જહેમત બાદ ગુમ યુવકની લાશ  શોધીને ઈંટવાડી ગામના બે પિતરાઈ ભાઈઓ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. એક યુવતીને લીધે બંને મિત્રો વચ્ચે ઉભી થયેલી તિરાડમાં એક યુવકને મોત મળ્યું છે બીજા યુવકને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે હાલોલના તરખંડા ગામના શૈલેષ ચાવડા અને ઈંટવાડી ગામના અલ્પેશ ચાવડા વચ્ચે ગાઢ મિત્રતા હતી અને તે દુશ્મનાવટમાં પલટી ગઇ હતી  

એક વર્ષ અગાઉ એક જ યુવતી સાથે બંને મિત્રોને સંબધ બંધાયા હતા જે સંબધની જાણ બંને મિત્રોને થતા ઝગડો થયો હતો અને શૈલેષને દાઢીના ભાગમાં ઇજા થઈ હતી. પછીથી 2 જૂનના રોજ શૈલેષ ચાવડા પોતાના ઘરેથી બાઈક લઈને હાલોલ ડીઝલ લેવા જવાનું કહીને નીકળ્યો હતો. એ વેળાએ બંને મિત્રો વચ્ચે ટેલિફોનિક સંપર્ક થયો હતો ત્યારે અલ્પેશે શૈલેષને ઈંટવાડી પોતાના ખેતરમાં બોલાવ્યો હતો. શૈલેષ આવે તે પૂર્વે અલ્પેશે પિતરાઇ સાથે મળીને તેને મોતને ઘાટ ઉતારી દેવાનું કાવતરૂ ઘડીને દોરડું લઇ આવ્યો હતો.

અલ્પેશ અને તેના પિતરાઈ ભાઈ સુરપાલસિંહ ચાવડાએ શૈલેષ પહોંચતા જ તેને ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો દોરડાથી બાઈક સાથે બાંધીને  કૂવામાં ફેંકી દીધો હતો. શૈલષ સાંજ સુધી ડીઝલ લઈને ઘરે પરત નહીં પહોંચતા તેના પરિવારે પોલીસને જાણ કરી હતી.જેને આધારે પીઆઇ કે.પી જાડેજા અને ટીમે શૈલેષ ચાવડાની શોધખોળ હાથ ધરી હતી.  જેમાં અલ્પેશનો ભાંડો ફૂટી ગયો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch