Sun,08 September 2024,11:45 am
Print
header

બલૂચિસ્તાનમાં આતંકીઓની ક્રૂરતા આવી સામે, જાતિય ઓળખ કરીને 23 લોકોની રસ્તા પર કરી નાખી હત્યા

રોડ પર વાહનો ઉભા રાખીને લોકોની કરી હત્યા

આતંકવાદીઓએ ખેલ્યો ખૂની ખેલ

પાકિસ્તાનઃ બલૂચિસ્તાનમાં આતંકવાદીઓએ ક્રૂર રીતે 23 લોકોની હત્યા કરી નાખી છે, મુસાખાઇલ જિલ્લામાં આતંકીઓએ રોડ પર બસ, ટ્રકને ઉભી રાખીને તેમાં બેઠેલા મુસાફરોને નીચે ઉતાર્યા હતા અને તેમની ઓળખ કરીને હત્યા કરી હતી.

આતંકવાદી સંગઠન બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ હુમલાની લીધી જવાબદારી

આ બનાવ પંજાબ-બલૂચિસ્તાનને જોડતા રાજમાર્ગ પર બની હતી, જ્યાં પહેલા તો આતંકીઓએ અનેક વાહનો રોડ પર ઉભા કરી દીધા હતા, તેમાંથી બધાને નીચે ઉતારીને જાતિ પૂછીને તેમના આઇકાર્ડ જોઇને અલગ કર્યાં હતા અને બાદમાં તેમની ગોળી મારીને હત્યાઓ કરી નાખી હતી.હાલમાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch